- સતત વધતા ડુંગળીના ભાવ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ગણાવ્યું
- ડુંગળી સહિત ખાવા-પીવાની ચીજોના ભાવ ભડકે બળી રહ્યા છે
- મોંઘવારીમાં પીસાતી પાકિસ્તાનની પ્રજાને ખાવાના સાંસા થયા
પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.પાકિસ્તામાં ખાવા-પીવાની ચીજોના ભાવ આકાશને આંબી રહ્યા છે. આ દરમિયાન ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ પણ લોકોને રડવા મજબૂર કરી દીધા છે. મળતી માહિતી પ્રમાણે ત્યાં ડુંગળીના ભાવ 300 રૂપિયાએ પહોંચ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ડુંગળી 320 રૂપિયે કિલો વેચાઈ રહી છે. રાવલપિંડીમાં 310 રૂપિયા, સિયાલકોટમાં 270 રૂપિયા, જ્યારે પેશાવરના લોકોને એક કિલો ડુંગળી ખરીદવા 280 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
એક મહિના પહેલા ડુંગળીના 150 રૂપિયા હતા
રિપોર્ટ અનુસાર કરાચી, લાહોર અને ગુજરાંવાલામાં ડુંગળીની કીંમત 240 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. જ્યારે ફૈસલાબાદ, મુલ્તાન અને બહાવલપુરમાં ડુંગળીની કીંમત 220 રૂપિયા પ્રતિ કિલો લોકો ખરીદી રહ્યા છે. મહત્ત્વનું છે કે પાકિસ્તામાં છેલ્લા એક મહિના અગાઉ એક કિલો ડુંગળી 150 રૂપિયામાં વેચાણ થઈ રહ્યું હતું. માત્ર એક મહિનામાં ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે.
ડુંગળીના વધતા ભાવ માટે ભારતને જવાબદાર ઠેરવ્યા
પાકિસ્તાને ડુંગળીના વધતા ભાવ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ભારત સરકારે ગત વર્ષે આઠ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેથી આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં માત્ર ડુંગળી જ નહીં પરંતું ગૅસ, તેલ, લોટ, ઈંડા, માંસ અને અન્ય ખાવા-પીના ચીજના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. મોંઘવારીએ માઝા મુકતા ત્યાંની પ્રજા ત્રાસી ગઈ છે. અને સરકાર અને ભારતને જવાબદાર ઠેરવી રહી છે.
પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ઝડપથી સમાપ્ત થવાના આરે
પાકિસ્તાનની કેન્દ્રીય બેંક સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન અનુસાર દેશમાં ફુગાવો ડિસેમ્બર-2022માં 24.5 ટકા હતો. ત્યારબાદ પાકિસ્તામાં સતત ફુગાવો વધી રહ્યો છે. મોંઘવારી સાતમા આસમાને છે. આ ઉપરાંત પાકિસ્તામાં ખૂબ જ ઝડપથી વિદેશી હૂંડિયામણ ઘટી રહ્યું છે.


