- રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર સહિત નેતાઓ વિરુદ્ધ FIR
- આસામમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને અટકાવવામાં આવી: રાહુલ
- હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન સહિત કલમો હેઠળ કેસ દાખલ
આસામમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તેઓ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી આસામમાં છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ પર FIR દાખલ આવી છે. રાહુલ ગાંધી ઉપરાંત કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સીએમ સરમા અને રાહુલ ગાંધી વચ્ચે જોરદાર નિવેદનબાજી જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાંક દિવસોથી રાહુલ ગાંધી પોતાના નિવેદનોમાં સીએમ સરમાને “ભ્રષ્ટ” કહી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે તેમના નેતૃત્વમાં આસામની સ્થિતિ દયનીય બની ગઈ છે, જ્યાં યુવાનોને નોકરીઓ નથી મળી રહી અને ખેડૂતો મુશ્કેલીમાં છે. તેમણે આજે જ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે આસામમાં ન્યાય યાત્રાને અવરોધવામાં આવી રહી છે. તેમણે સીએમ શર્માને “ભ્રષ્ટ” પણ ગણાવ્યા અને કહ્યું કે જ્યારે તેઓ લોકો સાથે વાત કરે છે, ત્યારે તેઓ સીએમ વિશે ફરિયાદ કરે છે. તેમણે કહ્યું કે આસામમાં ઘણી બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી છે.
આસામના મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં FIR નોંધવા અંગે માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, “આજે કોંગ્રેસના સભ્યો દ્વારા હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસ કર્મચારીઓ પર હુમલાના અનિયંત્રિત કૃત્યોના સંદર્ભમાં, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને અન્ય લોકો વિરુદ્ધ વિરુદ્ધ કલમ 120 (B) 143/147 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમના પર 188/283/353/332/333/427 IPC R/W કલમ અને PDPP એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.”


