કે. જી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા
ભાલારા પરિવારનું ગૌરવ વધાર્યું : વીજળીના વધુ ઉત્પાદન અંગે સમજ આપી
અગ્ર ગુજરાત, રાજકોટ
એક બાજુ ભારતમાં અનેક નવા પ્રોજેક્ટ અને સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે ત્યારે રાજકોટની પ્રખ્યાત કે.જી. ધોળકિયા સ્કૂલ દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે અને નવી નવી વૈજ્ઞાનિક શોધનો આવિષ્કાર થાય તે માટે કે જી ધોળકિયા સ્કૂલ દ્વારા સાયન્સ ફેર યોજવામાં આવ્યો હતો જેમાં અનેક નવા પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા અનેક પ્રોજેક્ટની સાથે આ સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિધાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ધાર્મિક ભાલારા નાનપણથી જ કંઈક નવું કરવાના શોખ ધરાવે છે. તેના ભાગરૂપે તેમણે આ પહેલા પણ અનેક પ્રોજેક્ટ બનાવ્યા છે.અને હવે આ સ્કૂલમાં સાયન્સ ફેર દરમિયાન તેમણે હાઈડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ બનાવ્યો હતો અને મુલાકાતીઓ સમક્ષ તેમનું નિર્દેશન કર્યું હતું.
ધાર્મિક ભાલારાએ જણાવ્યું હતું કે દેશમાં અસંખ્ય જગ્યા ઉપર ભારે વરસાદને કારણે નદી તેમજ ડેમ છલકાઈ જતા હોય છે ત્યારે આવા સ્થળ ઉપર જો નાના તેમજ મોટા હાઈડ્રો પાવર પ્લાન્ટ મૂકવામાં આવે તો વીજળીનું વધુ ઉત્પાદન થઈ શકે. આ હાઇડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ પ્રસ્તુત કરીને તેમણે ભાલારા પરિવાર નું ગૌરવ વધાર્યું છે.


