- અસાધારણ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ઠ સિદ્ધિઓ ધરાવતા બાળકોને એવોર્ડ
- 5 થી 18 વર્ષની વય જુથના બાળકોને સાત શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવે
- દેશના તમામ પ્રદેશમાંથી 19 બાળકોની પસંદગી કરવામાં આવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 ના પુરસ્કાર વિજેતાઓ સાથે ફોટો પડાવ્યો હતો. 23મી જાન્યુઆરી, 2024ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ બાળકો 26મી જાન્યુઆરી, 2024ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યાં હતાં.
સાત શ્રેણીઓમાં ઉત્કૃષ્ટતા માટે એવોર્ડ આપવામાં આવે છે
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) અસાધારણ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ ધરાવતા બાળકોને આપવામાં આવે છે. 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોને બહાદુરી, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ, નવીનતા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સમાજ સેવા અને રમતગમતની સાત શ્રેણીઓમાં ઉત્કૃષ્ટતા માટે એવોર્ડ આપવામાં આવે છે જે રાષ્ટ્રીય માન્યતાને પાત્ર છે.
દેશના તમામ પ્રદેશોમાંથી 19 બાળકોની પસંદગી
PMRBP ના દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર પુસ્તિકા આપવામાં આવે છે. 22મી જાન્યુઆરી, 2024ના રોજ વિજ્ઞાન ભવનમાં આયોજિત એક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2024 ના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે, દેશના તમામ પ્રદેશોમાંથી 19 બાળકોની પસંદગી કરવામાં આવી છે.
9 છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ
આ પસંદ કરેલ બાળકોની યાદીમાં બહાદુરી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઈનોવેશનની શ્રેણીઓમાં એક-એક બાળકનો સમાવેશ થાય છે; સમાજ સેવાની શ્રેણીમાં ચાર બાળકો, રમતગમતની શ્રેણીમાં પાંચ બાળકો અને કલા અને સંસ્કૃતિની શ્રેણીમાં સાત બાળકો, યાદીમાં 9 છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે, જેઓ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024ની યાદી નીચે મુજબ છે.


