- યાદગાર દિવસે જન્મેલા બાળકોને હર્ષભેર વધાવતા પરિવારજનો
- 26 દંપતીને ત્યાં બાળક અને 28 દંપતીને ત્યાં સ્ત્રી બાળકીનો જન્મ થયો
- અગાઉથી ગાયનેક તબીબો પાસે નોંધણી કરાવી હતી
અયોધ્યામા રામ મંદિર પ્રતિષ્ઠા દિવસને યાદગાર બનાવવા જેમને ડિલિવરીનો નજીકનો સમય હોય તેવા દંપતીઓએ સિઝેરિયનનો વિકલ્પ પસંદ કર્યો હતો. અગાઉથી ગાયનેક તબીબો પાસે નોંધણી કરાવી હતી. મહેસાણા જિલ્લામાં પણ નોંધાયેલા આવા 26 દંપતીને ત્યાં પુરુષ બાળકનો અને 28 સ્ત્રી બાળકીનો પણ જન્મ વિવિધ હોસ્પિટલ ખાતે થયો હતો. જિલ્લામાં 20 નોર્મલ ડિલિવરી પણ નોંધાઈ હતી.
અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાની મહેસાણા જિલ્લામાં પણ અવનવી રીતે ઉજવણી કરાઈ હતી. કેટલાક લોકોએ આ પ્રસંગને યાદગાર બનાવવા ઘરો પર રોશની કરી હતી તેમજ દિવસ દરમિયાન ધજા-પતાકા લઈને શેરીઓનીમ ર્ફ્યા હતા. બીજી તરફ્ જે મહિલાની ડિલિવરી નજીક હતી તેવા દંપતીઓએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પોતાના ઘરે બાળક જન્મે તેવું તબીબો પાસે અગાઉથી આયોજન પણ કર્યું હતું. જેમાં મહેસાણા જિલ્લામાં આવી 53 ડિલિવરી નોંધાઈ હતી. આ 53 પૈકી 20 નોર્મલ ડિલિવરી નોંધાઈ હતી. આ 53 ડિલિવરીમાં 26 દંપતીને ત્યાં બાળકનો જન્મ થયો હતો તો 28 બાળકીઓ જન્મી હતી. 26 પુરુષ અને 28 સ્ત્રી બાળકીઓના આજના દિવસે જન્મને તેમના પરિવારોએ હર્ષભેર વધાવીને રામ મંદિર પ્રતિષ્ઠાના પર્વને યાદગાર બનાવ્યો હતો.
સૌથી વધારે વડનગર અને વિસનગરમાં ડિલિવરી નોંધાઈ
જિલ્લામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભવ પૂર્વક ઉજવણી થઇ હતી. જિલ્લામાં સોમવારે 24 કલાક દરમિયાન 53 ડિલિવરી નોંધાઈ હતી. જેમાં 33 સિજેરિયન અને 20 નોર્મલ ડિલિવરીનો સમાવેશ થાય છે. આ 53 ડિલિવરીમાં 26 બાળક તો 28 બાળકીઓનો જન્મ થયો હતો. આ 53 પૈકી સૌથી વધારે ડિલિવરી વડનગર સરકારી હોસ્પિટલ અને વિસનગરમાં નોંધાઈ હતી. આ બંન્ને તાલુકામાં 12 ડિલિવરી આજના દિવસે નોંધાઈ હતી.


