- આધાર કાર્ડ, રેશનકાર્ડ સહિતના કામો ઘર આંગણે સંપન્ન થતા રાહત
- રાજયભર માં નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો શરૂ થયા છે
- આવકના દાખલા સહિતના કામો કરી અપાયા હતા
વઢવાણ તાલુકાના મેમકા ગામે નવમા તબક્કાના સેવાસેતુનું આયોજન કરાયુ હતુ. જેમાં મેમકા ઉપરાંત કલસ્ટરના આસપાસના 20 ગામોના લોકોના વિવિધ કામકાજ ઘર આંગણે થઈ જતા તેઓને મામલતદાર કચેરીના ધક્કા ખાવામાંથી મુકતી મળી છે.રાજયભર માં નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો શરૂ થયા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તા. 20મીના રોજ કરાયુ હતુ. રાજયના છેવાડાના માણસોની નાની નાની સમસ્યાઓનુ સ્થળ પરજ નિકાલ થાય તે માટે રાજય સરકારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધર્યુ છે. જેમાં વઢવાણના મેમકા ગામે આસપાસના 20 ગામોના લોકોના આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, જાતિના પ્રમાણપત્રો, આવકના દાખલા સહિતના કામો કરી અપાયા હતા. આ પ્રસંગે વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, મેમકા સરપંચ ઘનશ્યામભાઈ, મામલતદાર અરૂણ શર્મા, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શીરોયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


