- શૈલેષ ત્રિવેદીનો શપથવિધિ સમારોહ આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં યોજાશે
- હાઇકોર્ટના અન્ય જજિસ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાશે
- પ્રણવ ત્રિવેદી હાઇકોર્ટમાં વકીલાતની 23 વર્ષની પ્રેક્ટિસ પૂર્ણ કરી છે
ગુજરાત હાઇકોર્ટના નવનિયુક્ત જસ્ટિસ પ્રણવ શૈલેષ ત્રિવેદીનો શપથવિધિ સમારોહ આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં યોજાશે. હાઇકોર્ટના ચીફ્ જસ્ટીસ સુનિતા અગ્રવાલની મુખ્ય કોર્ટમાં સવારે દસ વાગેહાઇકોર્ટના અન્ય જજિસ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાશે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ નવા નિયુક્ત થયેલા જસ્ટિસ પ્રણવ એસ ત્રિવેદીને તેમના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. સુપ્રીમ કોર્ટની ભલામણ બાદ કેન્દ્ર સરકારે પણ પ્રણવ એસ ત્રિવેદીની હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્તિ પર મંજૂરીની મોહર મારતા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આખરે જસ્ટિસ પ્રણવ એસ ત્રિવેદીની સત્તાવાર નિમણૂક અંગેનું વોરંટ જારી કર્યું હતું અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે તેમની નિમણૂકને અધિકૃતતા બક્ષી હતી. એડવોકેટ તરીકે પ્રણવ એસ. ત્રિવેદી વર્ષ 2000માં ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલ તરીકે એનરોલમેન્ટ પામ્યા હતા અને તેમણે હાઇકોર્ટમાં વકીલાતની 23 વર્ષની પ્રેક્ટિસ પૂર્ણ કરી છે. તેમણે ટેક્સેશન, સિવિલ, ક્રિમિનલ, બંધારણીય, મજૂર કાયદા, કંપની અને સર્વિસ કેસો સહિતના કેસો સફ્ળતાપૂર્વક ચલાવ્યા હતા.


