By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કલોલમાં લગ્ન પ્રસંગે જમણવારમાં 103ને ફૂડ પોઈઝનિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કલોલમાં લગ્ન પ્રસંગે જમણવારમાં 103ને ફૂડ પોઈઝનિંગ

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:27 AM
2 years ago
Share
કલોલમાં લગ્ન પ્રસંગે જમણવારમાં 103ને ફૂડ પોઈઝનિંગ
SHARE

  • ઝાડા-ઉલટી, પેટના દુઃખાવાની ફરિયાદો સાથે કલોલની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
  • કલોલમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગથી 103 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી
  • 46 જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી

એક પછી એક હોસ્પિટલ આવતા દર્દીઓથી સમગ્ર રાત ઓપીડી ધમધમી, 46 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી : લોકોના ટોળેટોળા હોસ્પિટલ ઉમટયા

કલોલમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગથી 103 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી, પેટમાં દુઃખાવો થયો હતો. જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આખી રાત સારવાર સહિતની કામગીરી કરવામાં આવી હતી. 103માંથી 57 જેટલા દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપવામાં આવી હતી. જ્યારે 46 જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી.

ઘટનાની વિગતો પ્રમાણે કલોલમાં આવેલ અંજુમનની વાડીમાં મંગળવારે બપોરે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો.બપોરના સમયે અઢી હજાર જેટલા લોકોએ ભોજન લીધુ હતું. જેમાં દૂધીનો હલવો, મટન, ચીકન ચીલ્લી જેવી ફૂડ આઈટમ આરોગી હતી. સાંજે સાતેક વાગ્યા પછી 12 જેટલા દર્દીઓ ઝાડા-ઉલ્ટી અને પેટના દુઃખાવાની ફરિયાદ સાથે સીએચસી કલોલ ખાતે પહોંચ્યા હતા. જેને પગલે કલોલ સીએચસી દ્વારા તાત્કાલિક આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.જે.વૈષ્ણવ જાણ કરી હતી. પરિસ્થિતિ પારખી ગયેલા અધિકારીએ જિલ્લા સર્વેલન્સ યુનિટને દોડતું કરતાં ટીમ કલોલ પહોંચી હતી. જેમાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે, તમામ દર્દીઓએ અંજુમન વાડી ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગે ભોજન લીધુ હતું. જમણવારમાં બે હજારથી વધુ લોકોએ ભોજન લીધુ હોવાનું સામે આવતા આરોગ્ય તંત્રમાં ચિંતા પેઠી હતી. જેને પગલે કલોલ સીએચસી ઉપરાંત ત્રણ જેટલા અર્બન હેલ્થ સેન્ટર પણ રાત્રે શરૂ કરવામાં આવ્યા હતા. નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરથી પાંચ જેટલા મેડિકલ ઓફીસરને રાત્રે બોલાવીને કલોલ સીએચસી અને ત્રણ અર્બન હેલ્થ સેન્ટર પર રાઉન્ડ ધ ક્લોક ઓપીડી શરૂ કરાવી દેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ કેસો વધે તો દર્દીઓને તાત્કાલિક લઈ જવા માટે 5 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી દેવાઈ હતી. આખી રાત અને બુધવારે દિવસ દરમિયાન ઓપીડી ચાલુ રખાતા બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ઝાડા ઉલટીના 103 કેસ સામે આવ્યા હતા. કલોલના મટવાકુવા, કસ્બા વિસ્તાર, નાના મલેકવાસ, ઉજાવાવાસ, સૈયદવાસ, ચારણવાસ, કુરેશવાસ, અલીવાસ, ઉસ્તાદપુરા, પાનસર ચોકડી, અંજુમનવાડી, અહેમદી સોસાયટી, પુરાવાસ જેવા વિસ્તારોમાંથી દર્દીઓ નોંધાયા હતા. દાખલ કરાયેલા 46 દર્દીઓમાંથી બુધવાર સાંજ સુધીમાં 21ને રજા આપી દેવાઈ હતી. જ્યારે 25 જેટલા દર્દીઓ દાખલ હતા. જેમાં સીએચસી કલોલમાં 18, યુપીએચસી-2માં 6 તથા ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં 1 દર્દી દાખલ હતો. ઘટનાને પગલે કલોલ પ્રાંત અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય બકાજી ઠાકોર પણ કલોલ સિવિલ દોડી આવ્યા હતા. ઘટનાને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત આ. જિ. આ. અધિકારી ગૌતમ નાયક, રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વિક્રમ સોલંકી સહિતના અધિકારીઓએ આખી રાત કામગીરી કરી હતી.

આરોગ્યની 23 ટીમે 7210 વસતીનું સર્વેલન્સ કર્યું : દુધીના હલવાના કારણે ફુડપોઇઝનિંગની આશંકા

ઝાડા-ઉલ્ટીના કેસોને પગલે આરોગ્ય તંત્રની 23 ટીમો દ્વારા 7210 જેટલી વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જેમાં 927 જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કરવાની સાથે 38 આરસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જમણવાર બપોરે 12:30થી 2:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં છેલ્લે-છેલ્લે ભોજન લીધુ હોય તેવા લોકોને વધારે અસર થઈ હતી. તેમાં પણ દૂધીના હલવાને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શંકા છે.

ફૂડ સેમ્પલ ન મળ્યું, પાણીના પાંચ જેટલા સેમ્પલ લેવાયા

બપોરના સમયે થયેલા જમણવારમાં સાંજે કેસો સામે આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ત્યા સુધીમાં જમણવારમાં વધેલા ખોરાકનો નિકાલ થઈ ગયો હતો. જેને પગલે તંત્ર દ્વારા વાડીમાં આવતા પાણી, પ્રસંગ માટે મંગાવાયેલા પાણીના જગ સહિત પાણીના 5 સેમ્પલ બેક્ટેરીયોલીજીકલ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. તેમજ 7 જેટલા સ્ટુલ સેમ્પલ પરીક્ષણ માટે ગાંધીનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી અપાયા છે. પ્રાથમિક તારણ મુજબ દૂધીનો હલવો કન્ટામીનેશન થવાના કારણે ઘટના બની હોવાની આશંકા છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 5 days ago
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?