- ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં છેલ્લા 24 કલાકમાં બે જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા
- 19 પાકિસ્તાનીઓને અને બીજા જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરને પણ બચાવ્યા
- ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીએ અરબી સમુદ્રમાં બે જહાજોને હાઇજેક થતા બચાવ્યા
અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળની બહાદુરી ફરી જોવા મળી. ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં છેલ્લા 24 કલાકમાં બે જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા છે. આટલું જ નહીં, નેવીએ એક જહાજમાંથી 19 પાકિસ્તાનીઓને અને બીજા જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરને પણ બચાવ્યા છે.
અરબી સમુદ્રમાં બે જહાજોને હાઇજેક થતા બચાવ્યા હતા
ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીએ અરબી સમુદ્રમાં બે જહાજોને હાઇજેક થતા બચાવ્યા હતા. નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ રવિવારે સૌથી પહેલા ઈરાની જહાજ એફબી ઈરાનને હાઈજેક થતા બચાવ્યું હતું. આ પછી અરબી સમુદ્રમાં જ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને અલ નૈમી નામના જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ ભાગ લીધો હતો.
અલ નૈમી નામના જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું
લગભગ 11 સોમાલિયન ચાંચિયાઓએ પાકિસ્તાની ક્રૂ સાથે ફિશિંગ બોટને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય નૌકાદળે તાત્કાલિક કાર્યવાહી કરીને લૂંટારાઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
17 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા
બોર્ડ અને બોટ પરના તમામ 17 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું, ‘હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાંચિયાગીરી વિરોધી અને દરિયાઈ સુરક્ષા કામગીરીમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોની તૈનાતી દરિયામાં તમામ જહાજો અને ખલાસીઓની સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળના સંકલ્પને દર્શાવે છે.’


