- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ
- બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ ઘણા નિરાશ કર્યા હતા
- ઓસ્ટ્રેલિયાએ 1964માં ભારતને પ્રથમ દાવમાં લીડ મેળવીને પરાજય આપ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડે હવે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હૈદરાબાદ ટેસ્ટમાં ભારતની હાર સાથે એક મોટો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
બીજા દાવમાં બેટ્સમેનોએ કર્યા નિરાશ
આ મેચમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવ બાદ 190 રનની લીડ મળી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોએ ઘણી નિરાશ કર્યા હતા. શુભમન ગિલ અને શ્રેયસ ઐયર ફરી એકવાર ફ્લોપ સાબિત થયા.
91 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ભારતીય ટીમ સાથે ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ટીમ 100થી વધુ રનની લીડ ધરાવે છે અને પછી હારી છે. પ્રથમ દાવમાં ભારતીય ટીમે 436 રન બનાવ્યા હતા, જે બાદ ટીમ ઈન્ડિયાને 190 રનની લીડ મળી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરીને 420 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 231 રનના જવાબમાં ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે 28 રનથી મેચ જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાને આ રીતે હરાવ્યું
આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાને આ રીતે હરાવ્યું હતું. 2001માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 274 રનની લીડ મેળવી હતી. આ ફોલોઓન મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
91 વર્ષ પછી આ રીતે હાર્યું ભારત
અગાઉ, મુલાકાતી ટીમ તરીકે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1964માં ભારતીય ટીમને પ્રથમ દાવમાં લીડ મેળવીને પરાજય આપ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ભારતીય ટીમ પર 65 રનની લીડ મેળવી હતી. હવે વર્ષ 2024માં ભારતીય ટીમે મુલાકાતી ટીમ પર 100થી વધુ રનની લીડ મેળવીને હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની જીતમાં ટોમ હાર્ટલી અને ઓલી પોપે મહત્વની ભૂમિકા ભજવી છે. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં બેટિંગ કરતા ઓલી પોપે 196 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય ટોમ હાર્ટલીએ બીજા દાવમાં બોલિંગ કરતા 7 વિકેટ ઝડપી હતી.


