- દરવર્ષે ગુજકો માશોલ દ્વારા સેન્ટર શરૂ કરવામાં આવે છે
- ગુજકો માશોલ દ્વારા તાલુકામાં તુવેર ખરીદીનું સેન્ટર
- તાલુકાની સહકારી વિભાગ દ્વારા તે સેન્ટર રાખવામાં આવતું
માંડલ તાલુકાના 37 ગામોના ખેડુતો અને આસપાસના પંથકના ખેડુતો વર્ષોથી ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટયાર્ડ ખાતે હરાજીમાં ભાગ લે છે અને જણસીના સોદા કરવા માટે પણ આવતાં હોય છે. માંડલ તાલુકામાં તુવેરની સીઝન આવતાં દરવર્ષે ગુજકો માશોલ દ્વારા તાલુકામાં તુવેર ખરીદીનું સેન્ટર આપવામાં આવે છે જેમાં તાલુકાની સહકારી વિભાગ દ્વારા તે સેન્ટર રાખવામાં આવતું હોય છે. ત્યારે માંડલ કોટન સોસાયટી જીનના જુના કૅમ્પસમાં તાજેતરમાં ગુજકો માશોલ દ્વારા તુવેર ખરીદીનું સેન્ટર આપવામાં આવ્યું હતું. તુવેર ખરીદી સેન્ટરનું ગુજકોના ડીરેક્ટર વજુભાઈ ડોડીયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું અને ખેડુતો પણ સેન્ટર શરુ થતાં પોતાની જણસ લઈને સોદા માટે આવ્યાં હતાં. આ પ્રસંગે ખેડુતોએ હરાજીમાં ભાગ લીધો હતો અને ટેકાના ભાવ પણ આપવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ગુજકોના ડીરેક્ટર વજુભાઈ,માંડલ એપીએમસીના ચેરમેન મણીલાલ પટેલ તેમજ માર્કેટયાર્ડ અને સોસાયટી જીનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડુતો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


