- તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાશે
- બોટ દુર્ઘટનામાં 6 આરોપીની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી
- મેનેજર, બોટ ઓપરેટરના રિમાન્ડ પૂર્ણ થતા રજૂ કરાશે
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 7 આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે. જેમાં તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. બોટ દુર્ઘટનામાં 6 આરોપીની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી. જેમાં મેનેજર, બોટ ઓપરેટરના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
હરણી તળાવ બોટ દુર્ઘટના 18 જાન્યુઆરીએ સર્જાઇ હતી
હરણી તળાવ બોટ દુર્ઘટના 18 જાન્યુઆરીએ સર્જાઇ હતી. જેમાં રાતોરાત 6 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તેમાં શાંતિલાલ સોલંકી – મેનેજર, હરણી લેક્ઝોન તેમજ નયન ગોહિલ અને અંકિત – બોટ ઓપરેટર તથા વેદ પ્રકાશ યાદવ અને ભીમસિંહ યાદવ – પાર્ટનર, રશ્મિકાંત પ્રજાપતિ – પાર્ટનર સામેલ છે. બાદમાં ઝડપાયેલા બીનીત કોટિયાના પણ આજે રિમાન્ડ પૂર્ણ થશે. તમામ આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
જાણો સમગ્ર દુર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.


