- તેમની પત્ની ચિત્રા સિંહનું ઘટનાસ્થળે મોત થયું
- તેમના પુત્ર સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ
- આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર થયો
કોંગ્રેસ નેતા માનવેન્દ્ર સિંહ જાસોલની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં તેમની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું. માનવેન્દ્ર સિંહ જાસોલ, તેમના પુત્ર અને અન્ય ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માનવેન્દ્ર સિંહ એક ભારતીય રાજકારણી અને બાડમેર લોકસભા મતવિસ્તારના ભૂતપૂર્વ સાંસદ હતાં. તેઓ રાજસ્થાન વિધાનસભાના બાડમેરના શિવ વિધાનસભા ક્ષેત્રના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય.
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના અલવર જિલ્લામાં એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસના નેતા માનવેન્દ્ર સિંહ જાસોલની કારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કોંગ્રેસ નેતા માનવેન્દ્ર સિંહ જાસોલની પત્ની ચિત્રા સિંહનું મોત થયું છે. તેમજ માનવેન્દ્ર સિંહ જાસોલ, તેનો પુત્ર અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ખુશપુરી પાસે થઈ હતી. એક તસવીર પણ સામે આવી છે, જેમાં માનવેન્દ્ર સિંહ જાસોલ ગંભીર રીતે ઘાયલ જોવા મળે છે. માનવેન્દ્ર સિંહ જાસોલ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર છે. તેઓ લાંબા સમયથી ભાજપમાં હતા. પરંતુ 2018માં કોંગ્રેસમાં જોડાયા.


