- ભારત-ભૂતાન બોર્ડર પર કસ્ટમ્સે વિદેશી ચલણ જપ્ત કર્યું
- ત્રણ વ્યક્તિઓ પાસેથી 2.60 કિલોગ્રામના ગોલ્ડ બાર જપ્ત
- પકડાયેલ સોનાની અંદાજિત કિંમત અંકે રુપિયા 1.32 કરોડ
કસ્ટમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ગુવાહાટી કસ્ટમ્સ વિભાગે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને 2.60 કિલો વજનના 103 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા. આસામના દરંગા એલસીએસ નજીક ભારત-ભૂતાન સરહદ પાસેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સોનાના બિસ્કિટની કિંમત 1.32 કરોડ રૂપિયા
ઘટનાની મળતી માહિતી અનુસાર, જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટની કિંમત 1.32 કરોડ રૂપિયા છે. મંગળવારે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 2.27 લાખ અને રૂ. 1.12 લાખનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ નકલી સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ગુવાહાટીની બહારના જોરાબત વિસ્તારમાં નકલી સોનું અને નકલી ભારતીય ચલણી નોટો (FICN)સાથે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી.
નકલી સોનાના વ્યવહાર અને ડિલિવરી
વધુમાં, ડીઆઈજી – પાર્થ સારથી મહંતએ જણાવ્યું હતું કે, નકલી સોનાના વ્યવહાર અને ડિલિવરી અંગેની ગુપ્ત માહિતીના આધારે, બસિષ્ઠા પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ જોરાબતના 8 માઈલ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન એસટીએફના અધિકારીઓએ એક ફોર વ્હીલર, આશરે 1.627 કિલો વજનનું એક બોટ આકારનું નકલી સોનું, રૂ. 500 મૂલ્યના 150 એફઆઈસીએન નંબર (કુલ રૂ. 75,000), બે મોબાઈલ ફોન નંબર સહિત ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા હતાં.
પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી
પોલીસે પકડાયેલા આરોપીઓની ઓળખ કરી લીધી છે. જેમાં મન્સુર અલી (23), રાજીબ અલી (24) અને જાહિદુલ ઈસ્લામ (21) તરીકે થઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ નકલી સોનું, વિદેશી ચલણનો ઉપયોગ ક્યાં કરવાના હતાં અને તેમના મોબાઈલની વધુ તપાસ હાથ ધરાશે.


