- એક અઠવાડિયામાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી વધ્યો
- ઉત્તર ભારતમા થયેલી હિમ વર્ષાની અસર ધીરે ધીરે ઓસરી રહી
- 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફર જોવા મળશે નહી
ઉત્તર ભારતમા થયેલી હિમ વર્ષાની અસર ધીરે ધીરે ઓસરી રહી છે.તો તેની અસર ગુજરાત સહીત ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી હતી.લઘુત્તમ તાપમાનનો પારો વધતા ગરમી સાથે મિશ્રાઋતુનો અનુભવ થયો હતો.
એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમી ભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.ત્યારે રવિવારે લઘુતમ તાપમાનનો પારો 19 ડિગ્રી નજીક પહોંચી જતા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમા ગરમી અનુભવાઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફર જોવા મળશે નહી.માત્ર બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના સેવાઈ છે.
ઉત્તર ગુજરાતમાં રવિવારે દિવસ દરમિયાન ઠંડીથી ભારે રાહત મળી હતી.મહેસાણા,પાટણ,પાલનપુર, હિંમતનગર અને મોડાસામાં લઘુતમ તાપમાનનો પારો 17થી19 ડિગ્રી નજીક પહોચી જતા સવારે અને મોડી રાત્રીએ ઠંડી તો બપોરે ગરમી સાથે મિશ્રાઋતુ અનુભવાઈ હતી.આ પાંચેય શહેરોમા તાપમાન વધતા લોકોએ કાતિલ ઠંડીથી ભારે રાહત અનુભવી હતી.
પાલનપુરમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રી તો મહેસાણા,પાટણ, હિંમતનગરમા લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાતા શહેરીજનો સહીત જિલ્લાવાસીઓએ ગરમી અનુભવી હતી.તો મોડાસામાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રી સુધી પહોંચી જતા સવારે અને રાત્રે સામાન્ય ઠંડી તો બપોરે ગરમી સાથે મિશ્રાઋતુ અનુભવાઈ હતી.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં 24 કલાક બાદ તાપમાનમા 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.તેને લઈ સામાન્ય ઠંડીની ચમકારો અનુભવાશે.


