- સરકારી નોકરીઓમાં ક્ષૈતિજ અનામત સંબંધી પ્રવર સમિતિનો રિપોર્ટ રજૂ કરાશે
- રાજ્ય વિધાનસભામાં આજે જ સમાન નાગરિક સંહિતા બિલ પરની ચર્ચા થશે
- વિધાનસભા સત્રના બીજા દિવસનો એજન્ડા નક્કી કરાયો હતો
સીએમ પુષ્કરસિંહ ધામી સરકાર ઉત્તરાખંડમાં UCC – સમાન નાગરિક ધારો લાગુ કરવાથી માત્ર એક પગલું દૂર છે. આવતી કાલે, છઠ્ઠી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ સરકાર વિધાનસભા સત્રમાં આ બિલ રજૂ કરવાની છે. વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ થયા બાદ UCC પર ચર્ચા કરવામાં આવશે. ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ થયા સાથે સત્રના બીજા દિવસે રાજ્ય આંદોલનકારીઓને સરકારી નોકરીઓમાં ક્ષૈતિજ અનામત સંબંધી પ્રવર સમિતિનો રિપોર્ટ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ ખંડૂડીના નેતૃત્વમાં સોમવારે વિધાનસભાની કાર્યમંત્રણા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિધાનસભા સત્રના બીજા દિવસનો એજન્ડા નક્કી કરાયો હતો.
વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે મંગળવારે સરકાર ગૃહમાં UCC બિલ રજૂ કરશે. આ બિલને ગૃહમાં ટેબલ પર રખાયા બાદ ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે કાર્યમંત્રણા સમિતિમાં સત્રના બીજા દિવસે ઉત્તરાખંડ રાજ્ય આંદોલનકારીઓને સરકારી નોકરીઓમાં દશ ટકા ક્ષૈતિજ અનામત આપવા સંબંધી પ્રવર સમિતિના રિપોર્ટને પણ ગૃહના ટેબલ પર લઈ જવાનો નિર્ણય કરાયો છે.
આઝાદી બાદ પહેલી વાર આવું સન્માન મળ્યું
વિધાનસભાના અધ્યક્ષ ઋતુ ખંડૂરીએ જણાવ્યું કે UCC એક ખાસ બિલ છે અને આઝાદી બાદ પહેલી વાર રાજ્યને આ પ્રકારનું બિલ રજૂ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તે રીતે આ એક વિશેષ અવસર છે. તેમણે કહ્યું કે આ વિશેષ અવસરને ધ્યાનમાં રાખીને મંગળવારે સત્રના બીજા દિવસે પ્રશ્નકાળ નહીં રહે. UCC બિલ રજૂ કરીને તેના પર ચર્ચા કરાવાશે. તેમણે કહ્યું કે UCC એક મહત્ત્વપૂર્ણ બિલ છે તેથી મંગળવારે UCC પર ચર્ચા કરાવવાનો નિર્ણય લેવાયો છે.


