- વડોદરામાં એક પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ બ્રહ્મસમાજ સમારંભ
- બ્રહ્માકુમારીઝ ચીફ્ સહિત પાંચ હજાર ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા
- સંસાર રૂપી યુદ્ધના મેદાન માં થયેલી હાર નથી તેમ બ્રહ્માકુમારી દીદીએ જણાવ્યું હતું
બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા 21 માં વાર્ષિક મહોત્સવ ના ભાગરૂપે રવિવારે યોજાયેલ એક સમર્પણ સમારંભ માં હળવદ બ્રહ્મસમાંજ ની એક દીકરી સહિત અન્ય પાચ બહેનોએ પોતાનું સમસ્ત જીવન શિવ પરમાત્માને આજીવન સમર્પિત કર્યું હતું અત્રે યોજાયેલા એક ભવ્ય સમર્પણ સમારોહ માં બ્રહ્માકુમારીના એડી. એડમીનીસ્ટ્રીટીવ હેડ ડો.જયન્તી દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ સમર્પણ સમારોહમાં હળવદ ની પૂજા સહિત પાચ પવિત્ર બહેનોએ શિવ પરમાત્માને સાજન બનાવી પોતાનું સમસ્ત જીવન શિવ પરમાત્માને હાર પહેરાવી પ્રભુ સમર્પિત કર્યું હતું. પધારેલા જયંતિ દીદી એ તમામ બહેનોના નવા સમર્પિત જીવનની સફ્ળતા માટે શુભાષિસ અને આશીર્વાદ વચન આપ્યા હતા. આ સમર્પિત બહેનોને સમર્પિત જીવનમાં ભગવાનને અને તેમની શ્રીમતને વફદાર રહેવા સેવા કેન્દ્રના સહ- સંચાલિકા બ્રહ્માકુમારી પૂનમદીદી એ પ્રતિજ્ઞા કરાવી હતી. આ તકે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, તથા અમદાવાદ થી પધારેલા મણીનગર સબઝોન ઇન્ચાર્જ બી.કે નેહા દીદીસહિત વિશાળ સંખ્યામાં બ્રહ્માકુમારીઝ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.સમર્પણ અંતઃકરણનું સન્માન છે પ્રભુ પરમાત્મા પ્રત્યેના હૃદયના ભાવ છે અને ખાસ તો ખુદના વ્યવહાર દ્વારા પરમાત્માને પ્રત્યક્ષ કરવાની પોતાની જાત સાથેની મીઠી પ્રતિજ્ઞા એ સમર્પણ છે બાકી સમર્પણ એ કોઈ શરણાગતિ અથવા તો સંસાર રૂપી યુદ્ધના મેદાન માં થયેલી હાર નથી તેમ બ્રહ્માકુમારી દીદીએ જણાવ્યું હતું


