- ઉત્તર અને પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ઈસમો ઝડપાયા
- ઉત્તર ઝોનમાંથી 48,પશ્ચિમ ઝોનમાંથી 42 ઝડપાયા
- દક્ષિણ ઝોનમાં 33, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 26 ઝડપાયા
અમદાવાદમાં રોડ પર પાનની પિચકારી મારનારા સાવધાન રહેવાની જરૂર છે. અમદાવાદ મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના સાથે જ જાહેરમાં થુંકનારાઓ સામે ફરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે આજે એકજ દિવસમાં 198 ઈસમો ઝડપાયા છે.
અમદાવાદ મનપા તંત્ર દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક જ દિવસમાં 198 ઈસમો સામે કાર્યવાહી કરી દંડ વસૂલામાં આવી રહ્યો છે. આ સાથે જ 198 લોકો પાસેથી 20 હજાર કરતાં વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. જે સાથે જ અમદાવાદ શહેરમાં વિવિધ ઝોનમાં મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ઈસમો ઝડપાયા છે. જેમાં સૌથી વધુ દંડ વસુલવામાં આવ્યો છે. જેમાં શહેરમાં ઉત્તર ઝોનમાંથી 48,પશ્ચિમ ઝોનમાંથી 42 ઝડપાયા છે. તેમજ દક્ષિણ ઝોનમાં 33, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 26 ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે.
આ તરફ એક દિવસ અગાઉ CCTVના આધારે 135 ઇસમોને મેમો ફટકારાયા છે. જેમાં મેમો બાદ રીક્ષા ચાલકો પણ એલર્ટ થયા છે. કડક કાર્યવાહી થતા રીક્ષા ચાલકોએ નિર્ણય કર્યો છે. હવે રિક્ષામાં બેસતા પેસેન્જર પર નજર રાખીશુ તેમ રીક્ષા ચાલકોએ જણાવ્યું છે. પાનની પિચકારી ન મારે તેની અમે તકેદારી રાખીશું. પેસેન્જરના લીધે અમને મેમો ન આવે છે. અમદાવાદને સ્વચ્છ બનાવવું છે.


