- બેંગલુરુની યુવતીએ વરૂણ કુમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
- વરૂણ છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો
- વરૂણ કુમારે 2017માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ખેલાડી વરૂણ કુમારની મુશ્કેલીઓ વધી રહી છે. બેંગલુરુની એક યુવતીએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે તે વરૂણ કુમારને છેલ્લા પાંચ વર્ષથી ઓળખે છે. બંનેની મુલાકાત 2019માં ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. તે સમયે છોકરી માત્ર 17 વર્ષની હતી. યુવતીએ વરૂણ કુમાર પર એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે પણ તે બેંગલુરુના SAI સ્ટેડિયમમાં ટ્રેનિંગ માટે આવતો હતો. અહીં તે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
છેલ્લા પાંચ વર્ષથી બનાવતો હતો શારીરિક સંબંધ
યુવતીએ ભારતીય હોકી ખેલાડી પર આરોપ લગાવ્યો છે કે તે વરૂણ કુમારને 2019થી ઓળખે છે. બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. ત્યારપછી જ્યારે પણ વરૂણ બેંગલુરુ આવતો ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. તે છેલ્લા પાંચ વર્ષથી આ કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષની યુવતીએ એ પણ જણાવ્યું કે વરૂણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને છેલ્લા પાંચ વર્ષમાં તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યુ હતુ.
ફરાર છે વરૂણ કુમાર
ભારતીય હોકી ખેલાડી વરૂણ કુમાર હિમાચલ પ્રદેશનો છે, પરંતુ તે પંજાબના જલંધરમાં રહે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ વરૂણ કુમારની શોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વરૂણ કુમારે 2017માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે ભારતીય ટીમમાં ડિફેન્ડર તરીકે રમે છે. વરૂણ કુમારે 2022માં બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022માં એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સમયે પણ વરૂણ કુમાર ટીમનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે ભારતે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સમયે પણ વરૂણને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હિમાચલ પ્રદેશ સરકારે વરૂણ કુમારને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
પોસ્કો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી
ભારતીય હોકી ખેલાડી વરૂણ કુમાર વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. જે બાદ વરૂણ કુમારની મુશ્કેલીઓ વધી રહી છે. તમને જણાવી દઈએ કે બાળકોને તમામ પ્રકારના યૌન શોષણથી બચાવવા માટે ભારત સરકારે (POSCO એક્ટ 2012) પસાર કર્યો હતો. પોસ્કો એક્ટ હેઠળ, ગુનેગારને ઓછામાં ઓછી 20 વર્ષની સજા આપવામાં આવે છે, જ્યારે ગંભીર જાતીય સતામણીના કિસ્સામાં, ગુનેગારને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે.


