- ગિલની જમણા હાથની તર્જની આંગળીમાં થઈ ઈજા
- આજે ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ મેચમાં નહીં રમે આ ખેલાડી
- 13 ઈનિંગ બાદ ઈંગ્લેન્ડ સામે કરિયરની 10મી સદી ફટકારી હતી
શુભમન ગિલે ઈંગ્લેન્ડની સામેની ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે 104 રન બનાવીને પોતાના પરફોર્મન્સને સાબિત કર્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડની ટીમને 399 રનનું લક્ષ્ય આપ્યું હતું. આ સમયે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે અને તે શતક બનાવ્યા બાદ ફિલ્ડિંગ સમયે ઈજાગ્રસ્ત થયા છે. આ સમયે ગિલ આજે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ફિલ્ડિંગ કરશે કે નહીં તેને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે.
ગિલની જમણા હાથની તર્જની આંગળીમાં થઈ ઈજા
ગિલને ઈંગ્લેન્ડની સામેની મેચમાં બીજી દિવસે ફિલ્ડિંગ સમયે ઈજા થઈ હતી. જો કે આ ઈજા સામાન્ય હતી. તેણે આ મેચમાં જ સદી પણ ફટકારી હતી. હાલમાં ઈજાના કારણે ટીમ મેનેજમેન્ટે તેને આરામ આપવાનું નક્કી કર્યું છે. તો આજે શક્ય છે કે ગિલ ફિલ્ડિંગ કરતા જોવા મળશે નહીં.
ગિલે ફટકાર્યું કરિયરનું 10મું શતક
લાંબા સમય બાદ ગિલે ઈંગ્લેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં 147 બોલમાં 104 રન બનાવ્યા હતા. તેના આંતરરાષ્ટ્રિય કરિયરનું 10મું અને ટેસ્ટ કરિયરનું ત્રીજું શતક છે. આ સમયે ગિલે 11 ચોગ્ગા અને 2 છગ્ગા પણ લગાવ્યા હતા. તેના પહેલા ગિલે પહેલી ઈનિંગમાં 46 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 34 રન બનાવી લીધા હતા.
સરફરાઝને મળશે ચાન્સ
ભારતીય ટીમના બેટ્સમેન કેએલ રાહુલની પહેલી ટેસ્ટમાં ઈજા થવાના કારણે તે બીજી મેચમાંથી બહાર છે. આ સમયે સરફરાઝ ખાનને ટીમમાં જગ્યા મળી હતી. પહેલી ટેસ્ટ ટીમમાં પસંદ કરાયા બાદ પણ તેમના ડેબ્યૂની ચર્ચા હતી પણ આવું થયું નહીં. તેમને વિશાખાપટ્ટનમમાં ટેસ્ટમાં ગિલના ઈજાગ્રસ્ત થયા બાદ ચાન્સ મળ્યો છે. સરફરાઝ મેદાન પર ઉતરનારા 11 ખેલાડીઓમાં સામેલ થશે.
ભારતે ઈંગ્લેન્ડને આપ્યું 399 રનનું લક્ષ્ય
ભારતે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં જીત માટે 399 રનનું લક્ષ્ય આપ્યું છે. તેના પહેલા બીજી ઈનિંગમાં ત્રીજા રવિવારે ટીમ ઈન્ડિયા 255 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને યશસ્વી જયસ્વાલના બીજા શતકના લીધે કુલ 396 રન બનાવ્યા હતા. આ પછી ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને 253 રનમાં આઉટ કરી દીધી હતી.


