- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની ઘટના આંકડા થયા જાહેર
- વર્ષ 2022ની સરખામણીએ 2344 જગ્યા સરકારી શાળામાં ખાલી
- રાજયની ગ્રાન્ટેડ શાળાઓમા 10669 શિક્ષકોની ઘટ
ગુજરાત સરકાર તરફથી વિધાનસભામાં આપેલા જવાબ અનુસાર વર્ષ 2022ની સરખામણીએ સરકારી શાળાઓમા 2344 શિક્ષકોની જગ્યા ખાલી,તો ગ્રાન્ટેડ શાળાઓમા 10669 શિક્ષકોની જગ્યા ખાલી છે,રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા સરકારને અવાર-નવાર શિક્ષકોની ભરતીને લઈ રજૂઆત કરવામા આવી છે,
રાજયની શાળાઓમા શિક્ષકોની ઘટ
હાલ ગાંધીનગર વિધાનસભામા ગૃહ ચાલી રહયુ છે,જેમા અલગ-અલગ મુદ્દાઓ પર પક્ષ અને વિપક્ષ ચર્ચા કરી રહયા છે,તો રાજયસરકાર દ્રારા શિક્ષકોની ભરતીને લઈ આંકડા જાહેર કરવામા આવ્યા છે આ આંકડા મુજબ વાત કરવામા આવે તો વર્ષ 2022ની સરખામણી 2344 જગ્યા સરકારી શાળામા ખાલી છે,તો શિક્ષકોની ઘટને લઈ સરકાર દ્વારા ભરતી પણ કરવામા આવે છે,પણ મોટા પાયે ગુજરાતમા ખાલી શિક્ષકોને લઈ કઈ રીતે ભરતી કરવી તેને લઈ સરકારના પ્રયાસો ચાલુ છે.
સ્વનિર્ભર શાળાઓમા પણ જગ્યાઓ ખાલી
શિક્ષકોની જગ્યાને લઈ વાત કરવામા આવે તો ફકત સરકારી નહી,તેની સામે સ્વનિર્ભર શાળાઓમા પણ શિક્ષકોની ઘટ છે,સરકારી આંકડા મુજબ વાત કરવામા આવે તો 10669 જગ્યાઓ હાલ ખાલી પડેલ છે,તે જગ્યાઓ ભરવાને લઈને પણ સરકાર પ્લાનિંગ કરી રહી છે
કઈ શાળામા કેટલી જગ્યા ભરાઈ
મળતી માહિતી મુજબ વાત કરીએ તો,સરકારી શાળાઓમાં 671 જગ્યા ભરાઈ. તો બિન સરકારી સ્વનિર્ભરશાળાઓમાં 3467 જગ્યા ભરાઈ ચુકી છે,તો બાકીની જગ્યા કયારે અને કેવી રીતે ભરવી તેને લઈ ચર્ચા ચાલુ છે


