- લોટસ ગાર્ડન બનાવવા બજેટમાં 20 કરોડની જાહેરાત કરાઈ
- ધ ગાર્ડલેન્ડ ઓફ ઈન્ડિયાની ડિઝાઇન સામે આવી
- અલગ અલગ રાજયોના પ્રખ્યાત ફૂલોનો ઉછેર લોટ્સ ગાર્ડનમાં કરવામાં આવશે
અમદાવાદના લોટસ ગાર્ડનની પહેલી તસવીર જોવા મળી છે. જેમાં લોટસ ગાર્ડન કમળના આકારમાં હશે. AMCએ બજેટમાં લોટસ ગાર્ડન બનાવવાની જાહેરાત કરી છે. ધ ગાર્ડ લેન્ડ ઓફ ઈન્ડિયાની ડિઝાઇન સામે આવી છે. જેમાં એસ.જી.હાઇવે ખાતે લોટસ ગાર્ડન બનશે.
લોટસ ગાર્ડન બનાવવા બજેટમાં 20 કરોડની જાહેરાત કરાઈ
લોટસ ગાર્ડન બનાવવા બજેટમાં 20 કરોડની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે આકર્ષણમાં વધુ એક વધારો થશે. બજેટમાં લાવવામાં આવેલી જોગવાઈ અનુસાર લોટસ ગાર્ડનની ડિઝાઇન જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે આકર્ષણમાં વધુ એક વધારો થશે. બજેટમાં લાવવામાં આવેલી જોગવાઈ અનુસાર લોટસ ગાર્ડનની ડિઝાઇન જાહેર કરવામાં આવી છે. અલગ અલગ રાજયોના પ્રખ્યાત ફૂલોનો ઉછેર લોટ્સ ગાર્ડનમાં કરવામાં આવશે.

ધ ગાર્ડ લેન્ડ ઓફ ઈન્ડિયાની ડિઝાઇન સામે આવી
લોટસ ગાર્ડન કૌસુમ,ગારલેન્ડ ઓફ ઇન્ડિયા નામથી શરૂ કરવામાં આવશે. જેમાં 50થી વધુ ફૂલોની પ્રજાતિ ધરાવતો ગાર્ડન શહેરમાં તૈયાર કરવા કવાયત કરવામાં આવી છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી આ ગાર્ડનમાં ફૂલ લાવીને સ્થાપિત કરવામાં આવશે. એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. કમળની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિ વાળું ગાર્ડન બનશે. ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. ફ્લાવર શોને જે રીતે પ્રતિસાદ મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે.


