- દંડની કુલ રકમ 16 કરોડ 54 લાખ 41 હજાર
- હજી2657 શિક્ષકો પાસેથી 54 લાખ દંડ વસૂલવો બાકી
- ધોરણ 12ના 3998 શિક્ષકો પાસેથી રૂ.65,41,916 દંડ વસૂલાયો છે
ગુજરાત સરકારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં વર્ષ 2022 અને વર્ષ 2023 દરમિયાન આન્સરશીટ તપાસનારા શિક્ષકો પૈકી માર્કના સરવાળામાં ભૂલ કરનારા કુલ 9218 શિક્ષકોને કુલ રૂ.1,54,41,203 રકમનો દંડ ફટકાર્યો છે. જોકે આ પૈકી ધોરણ 10ના 2563 શિક્ષકો પાસેથી રૂ.35,01,665 અને ધોરણ 12ના 3998 શિક્ષકો પાસેથી રૂ.65,41,916 દંડ વસૂલાયો છે અને તા.31-12-23ની સ્થિતિએ ધોરણ 10ના 787 શિક્ષકો પાસેથી રૂ.13,01,935 તથા ધોરણ 12ના 1870 શિક્ષકો પાસેથી રૂ.40,95,687 રકમનો દંડ વસૂલવાનો બાકી હતો. વિધાનસભામાં ધારાસભ્યોના સવાલોના લેખિત જવાબોમાં આ માહિતી રાજ્ય સરકાર તરફથી અપાઈ હતી. સરકારે એવું પણ જણાવ્યું હતું કે, જે શિક્ષકોએ દંડ હજી ભર્યો નથી, તેમની પાસેથી વસૂલાતની કાર્યવાહી હજી ચાલુ છે.


