- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં અંગત કારણોસર થયો હતો બહારૉ
- ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ વિરાટની વાપસની રાહ જોઈ રહ્યા છે
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. જે બાદ હવે પ્રશંસકોની સાથે સાથે ઈંગ્લેન્ડ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે બ્રેન્ડન મેક્કુલમે વિરાટ કોહલીની વાપસીને લઈને મોટી વાત કહી છે. વાસ્તવમાં, અંગત કારણોસર, વિરાટ કોહલી 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે આ ટેસ્ટ સિરીઝની બે મેચ પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ હવે બધા વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહ્યા છે, જોકે અત્યાર સુધી BCCI તરફથી વિરાટ કોહલીની વાપસી અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
બ્રેન્ડન મેક્કુલમ પણ વિરાટની રાહ જોઈ રહ્યો છે
વિરાટ કોહલીને લઈને ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે વિરાટ કોહલી વિશ્વના મહાન ખેલાડીઓમાંથી એક છે. તેની હાજરીથી ટીમ ઈન્ડિયા વધુ મજબૂત બને છે. ટીમ ઈન્ડિયામાં ઘણી ઊંડાઈ અને પ્રતિભા છે અને વિરાટ કોહલી તેમાંથી એક છે. અમે તેના પરત આવવાની રાહ જોઈશું. અમે આશા રાખીએ છીએ કે તેના પરિવારમાં બધુ સારું રહેશે અને વિરાટ કોહલી વાપસી કરશે. જો વિરાટ કોહલી વાપસી કરશે તો અમે તેના પડકારનો સામનો કરવા પણ તૈયાર છીએ. વિરાટ એક મહાન હરીફ છે, મેં તેની સામે ઘણું ક્રિકેટ રમ્યું છે અને તે પણ અમારી સામે ઘણું ક્રિકેટ રમ્યો છે.
એબી ડી વિલિયર્સે વિરાટ વિશે ખુલાસો કર્યો
વિરાટ કોહલી આ દિવસોમાં રજા પર છે અને વિરાટ ક્યાં છે તેની કોઈને ખબર નથી. તાજેતરમાં, વિરાટ કોહલી વિશે, સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે વિરાટ અને અનુષ્કા તેમના બીજા બાળકની આવાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી માટે પોતાના પરિવાર સાથે રહેવું મહત્વપૂર્ણ છે.
વિરાટના વાપસી પર રાહુલ દ્રવિડે જવાબ આપ્યો
વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને વિરાટ કોહલીની વાપસી અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હજુ સુધી વિરાટ કોહલી સાથે કોઈ સંપર્ક થયો નથી અને ન તો તેની વાપસી અંગે વિરાટ તરફથી કોઈ વાત કરવામાં આવી છે. જોકે, પસંદગીકારો વિરાટનો સંપર્ક કર્યા બાદ જ સાચો જવાબ જાણવા મળશે. BCCI ટૂંક સમયમાં ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
વિરાટની વાપસી ટીમ ઈન્ડિયાને મજબૂત કરશે
જો વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરશે તો ટીમ ઈન્ડિયાને ઘણી તાકાત મળશે. કોઈપણ રીતે, સિરીઝમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી શાનદાર રહી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી અને શુભમન ગીલે સદી ફટકારી હતી. હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહ્યો છે. રોહિત શર્મા પણ વિરાટ કોહલીની વાપસી માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છે.


