- શહીદ ગંજમાં આતંકીઓના ફાયરિંગમાં અન્ય એક શખ્સ ઘાયલ
- ઘટનાની જાણ થતાં સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરબંધી કરી દીધી
- મૃતક શખ્સની ઓળખ અમૃતસરના અમૃતપાલ તરીકે થઈ
શ્રીનગરના શહીદ ગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ નાગરિકોને ટાર્ગેટ કરીને ગોળીબાર કર્યો હતો. જેમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ શ્રીનગરના શહીદ ગંજ વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. અમૃતસરના શીખ નાગરિક 31 વર્ષીય અમૃતપાલનું આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં ઘાયલ થતાં મોત થયું છે. હુમલાખોરોને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, શહીદ ગંજ શ્રીનગરમાં આતંકવાદીઓએ એક બિન-સ્થાનિક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. જેમાં અમૃતપાલનું મોત થયું છે. આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.


