- નોકરી પર નહીં આવો તો પણ પુરાઈ જશે હાજરી
- રૂ.500 આપો અને ગેરહાજર હોય તો પણ હાજરી પૂરાય
- કર્મચારી પૈસા લઈ ગેરહાજરની હાજરી પૂરતો હોવાનો આક્ષેપ
સુરત મનપામાં અધિકારીઓની ખોટી હાજરી ભરવાની ઘટના સામે આવી છે. જેમાં નોકરી પર નહીં આવે તો પણ હાજરી પુરાઈ જવા માટે કર્મચારીઓ અંદરોઅંદર ગોલમાલ કરતાં હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં રૂ. 500 આપીને ગરેહાજરો હોય તો પણ અધિકારીને હાજર બતાવતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં સુરત મહાનગર પાલિકામાં ખોટી હાજરી ભરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નોકરી પર નહીં આવો તો પણ પૈસા લઈને હાજરી પુરાઈ જતી હોવાની ઘટના સામે આવી રહી છે. આ માટે રૂ.500 આપો અને ગેરહાજર હોય તો પણ હાજરી પૂરવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે.
જેમાં બેલદાર પાસે કર્મચારી રૂ. 500 લેતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમજ કર્મચારી પૈસા લઈ ગેરહાજરની હાજરી પૂરતો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. ઉધના ઝોન Bનો કર્મચારી હોવાનું અનુમાન પણ અનુમાન લાગી રહ્યું છે. જોકે કોની હાજરી પુરવામાં આવી અને કેમ કરવામાં આવ્યું તેની વિગતો સામે આવી નથી.


