- રવિન્દ્ર જાડેજાએ અને તેમની પત્ની રિવાબા જાડેજા વિવાદમાં આવ્યા
- રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહે ઇન્ટરવ્યૂમાં રિવાબા પર આરોપ લગાવ્યા હતા
- મને પણ જવાબ આપતા આવડે છે, આ જાહેરમાં સારૂ ન લાગે: રિવાબા જાડેજા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અને તેમની પત્ની રિવાબા જાડેજા વિવાદમાં આવ્યા છે. એક ઇન્ટરવ્યૂં દરમિયાન રિવાબાને જાડેજા પરિવારમાં ચાલતા વિવાદને લઇ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. રિવાબાએ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતુ. રિવાબાને આ પ્રશ્ન ગમ્યો ન હતો. તેમણે કહ્યું કે આજે આપણે આ મામલે વાત કરવા માટે ભેગા થયા નથી. તમારે આ પ્રશ્નનો જવાબ જોઇતો હોય તો મારો વ્યક્તિગત સંપર્ક કરી શકો છો. રિવાબાએ કહ્યું કે મને પણ જવાબ આપતા આવડે છે પણ આ જાહેરમાં સારૂ નહીં લાગે. રિવાબાનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
શું છે પુરો મામલો?
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે મારા પુત્રને ક્રિકેટર બનાવીને મેં ભૂલ કરી છે, મારા પુત્ર સાથે મારો કોઈ સંબંધ નથી. તેણે રિવાબા સાથે લગ્ન નહોતા કરવા જોઈતા. તેણે એક પિતા અને એક બહેનને તેમના પુત્ર અને ભાઈથી અલગ કર્યા છે. હું તેમને પાંચ વર્ષથી મળ્યો નથી.
રવિન્દ્ર જાડેજાએ આપી હતી પ્રતિક્રીયા
આ વિશે રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે નિંદનીય તેમજ અશોભનીય છે. આ એકપક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારૂ છું. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.
રિવાબા ધારાસભ્ય અને બિઝનેસ વુમન છે
રાજકારણમાં સક્રિય હોવા છતાં રીવાબા જાડેજા એક બિઝનેસ વુમન છે અને તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાતની ચૂંટણીમાં જામનગર ઉત્તરથી ધારાસભ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ (પરિવાર સાથે) 97.35 કરોડ રૂપિયા છે, જ્યારે રવિન્દ્ર જાડેજાની કુલ સંપત્તિ 70.48 કરોડ રૂપિયા છે. તેમની જંગમ અસ્કયામતો 64.3 કરોડ રૂપિયા અને તેમની પોતાની અસ્કયામતો 57.60 લાખ રૂપિયા છે.


