- સાંસદ પૂનમ માડમે લીધી હતી રાઘવજીની મુલાકાત
- આજે CM ભુપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા
- ડૉકટર્સ જણાવ્યું છે કે CT સ્કેન અનુસાર રાઘવજીને ખતરો નથી
કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. જેમાં સાંસદ પૂનમ માડમે રાઘવજીની મુલાકાત લીધી હતી. તેમજ રાઘવજીને મુંબઈ ખસેડવાની શક્યતા નહિવત છે. આજે CM ભુપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા છે. તથા ડૉકટર્સ જણાવ્યું છે કે CT સ્કેન અનુસાર રાઘવજીને ખતરો નથી.
જામનગરના સાંસદ પૂનમ માડમે રાઘવજી પટેલની મુલાકાત લીધી
રાજકોટમાં રાઘવજી પટેલની તબિયત લથડવાના મામલે જામનગરના સાંસદ પૂનમ માડમે રાઘવજી પટેલની મુલાકાત લીધી છે. તેમજ જણાવ્યુ છે કે અમે ગઈકાલથી જ ફોન પર ચર્ચા કરતા હતા. હું રાત્રે બધા જ ડોક્ટર સાથે સતત સંપર્કમાં હતી. રિલાયન્સની એમ્બ્યુલન્સ અને બધું જ રાત્રે મેનેજ થયું હતું. અમે રાત્રે કોર્ડીનેટ કરીને તાત્કાલિક વધુ સારી સારવાર મળે એટલા માટે રાજકોટ ખસેડ્યા છે. રાત્રે તેમને રાજકોટ શિફ્ટ કરવાના પ્રોસેસમાં હું ઇન્વોલ્ટ હતી. રાઘવજી પટેલ જલ્દી સાજા થાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે
મુંબઈ વધુ સારવાર માટે ખસેડવા કે નહીં તે કોલ ડોક્ટરનો હશે. તેમજ ડોક્ટર જે સજેશ કરશે તેમાં પરિવાર ડોક્ટરને સહયોગ આપશે. પૂનમ માડમે જણાવ્યું છે કે રાઘવજી ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. તેમને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.


