- તા.12 થી 16 ફેબ્રુઆરી સુધી અલગ અલગ કાર્યક્રમો
- શક્તિપીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવતા હોય છે
- વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે વિવિધ યાત્રાઓનું પણ આયોજન
યાત્રાધામ અંબાજી ધામએ કરોડો ભક્તોની આસ્થા નું કેન્દ્ર ગણાતું હોય છે જ્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે જ્યારે અંબાજી નજીક તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી 51 શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન સાથે સાથે 51 શક્તિપીઠની પરિક્રમા કરવા પહોંચશે સાથે જ પરિક્રમા મહોત્સવમાં તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો.અંબાજી નજીક ગબ્બર ફર તે બનાવવામાં આવેલ 51 શક્તિપીઠોની ભક્તો એકીસાથે પરિક્રમા કરી શકે તે ઉદ્દેશ્યથી આ પરિક્રમા મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું છે દર વર્ષે યોજાતા પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો 51 શક્તિપીઠોની પરિક્રમા કરવા આવતા હોય છે પરિક્રમા મહોત્સવ ના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવતા હોય છે આ ભજન સત્સંગથી પણ ચોક્કસથી ભક્તિમય માહોલ છવાતો હોય છે. સાથે જ કહી શકાય કે આનંદ ગરબા અખંડ ધૂન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે વિવિધ યાત્રાઓનું પણ આયોજન આ સમયગાળા દરમિયાન કરાય છે.


