- સુરત, ગાંધીનગર, રાજકોટ વડોદરા, ડાંગ, ભાવનગરમાં દરોડાની કાર્યવાહી
- મોબાઇલ ફોન, કોસ્મેટીક, સીરામીક, હોટલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટર પર તવાઈ
- ઘણાં સમયથી કરચોરી કરતાં હોવાનું આવ્યું સામે
રાજ્યભરમાં SGST ના દ્વારા તાત્કાલિક એકશન ભરવામાં આવી રહી છે. જેમાં રાજ્યભરમાં 52 સ્થળે SGST વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કરચોરી અટકાવવા 23 વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જેની સાથે જ વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
SGST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં ચાલી રહેલી કરચોરીની કાર્યવાહી સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે કરચોરી અટકાવવા 23 વેપારીઓના ત્યાં દરોડા પડ્યા છે. જેમાં આ દરમિયાન 8.10 કરોડની કરચોરી સામે આવી છે. આ વચ્ચે સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
વિભાગની કાર્યવાહી દરમિયાન વિવિધ વિભાગમાં જેમકે સીરામીક, હોટલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટરથી લઈ મોબાઇલ ફોન, કોસ્મેટીક આઇટમ્સના વેપારીને ત્યાં SGST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ પણ જે વેપારીઓને ત્યાં તવાઈ આવી હતી તેમાં પણ કેટલાંક વેપારીઓને ત્યાં અધિકારીઓની તવાઈ આવી છે.
નોંધનીય છે કે, SGST વિભાગ દ્વારા કોચીંગ કલાસીસ, ભંગાર, પ્રિન્ટીંગના વેપારીઓ પર તવાઈ આવી હતી. જેમાં પણ ઘણી તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે SGST વિભાગની ટીમે દિવાળીના તહેવાર પહેલાં જ ત્રાટકીને વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરી છે.