- દ્વારકાધીશ મંદિરે આવતીકાલે સવારે નિત્યક્રમ મુજબ દર્શન
- બપોરે 2 વાગે ઉત્સવ આરતી બાદ દર્શન 3.30 વાગ્યા સુધી
- દ્વારાકાધીશ મંદિર બપોરે 3.30 થી 5.00 સુધી બંધ રહેશે
દ્વારકાધીશ મંદિરમાં તંત્ર દ્વારા ભગવાન દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે વસંત પંચમીને લઈને રાજાધિરાજ દ્વારાકધીશના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકા વહીવટી તંત્ર દ્વારા દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
દર્શનનો સમય શું રહેશે?
દ્વારકાધીશ મંદિરે આવતીકાલે સવારે નિત્યક્રમ મુજબ દર્શન રહેશે. જ્યારે બપોરે 2 વાગે ઉત્સવ આરતી અને 3.30 સુધી દર્શન કરી શકાશે. તેમજ સાંજે નિત્યક્રમ મુજબ ભગવાન દ્વારકાધીશના દર્શન ચાલુ રહેશે. જ્યારે બપોરે 3.30 થી 5.00 સુધી મંદિર બંધ રહેશે. વસંત પંચમી ઉત્સવ દર્શનનો લાભ ભક્તો લઈ શકશે.
વંસંત પંચમી વિશે જાણો
માહ માસની પાંચમના રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યા, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આનું મોટુ મહત્વ છે. સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે. વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઇ માતા લક્ષ્મીને પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.
વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે?
સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઇ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે. આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે.
પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે
વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતિક છે. વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે. વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે.
આ છે વૈજ્ઞાનિક તર્ક
વૈજ્ઞાનિક રીતે કહીએ તો, પીળો રંગ શક્તિનું પરિબળ માનવામાં આવે છે. તે માત્ર મૂડ જ નહિ સુધારે, પરંતુ સારી લાગણી પણ લાવે છે. તેનાથી વ્યક્તિની અંદર સારી લાગણીઓ આવે છે. આ જ કારણ છે કે આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.


