- દુપટ્ટો ફસાયા બાદ જમીન પર પટકાતા મહિલાનું મોત
- સુરતમાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા
- ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતા મહિલાનું મોત
બાઈક ઉપર બેસતા પહેલા સાવધાની રાખો. જેમાં દુપટ્ટો ફસાયા બાદ જમીન પર પટકાતા મહિલાનું મોત થયુ છે. સુરતમાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેમાં અકસ્માત બાદ બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. તથા ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતા મહિલાનું મોત થયુ છે.
શહેરમાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા
શહેરમાં બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેમાં દુપટ્ટો ફસાયા બાદ મહિલા જમીન પર પટકાયા હતા. તેથી ટ્રકનું ટાયર પરિણીતાના ગળા પરથી ફરતાં મોત થયુ છે. રિંગ રોડ સ્થિત હોસ્પિટલ નજીક આ બનાવ બન્યો છે. જેમાં એક આઈસર ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. તેમાં બાઈક ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી ગયો હતો. તેથી મૃતકના ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું. જેમાં સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોત
અગાઉ સુરતમાં પોતાના પુત્ર સાથે બાઈક પર જતી માતાનો દુપટો બાઇકમાં આવી જતા બાઈક પરથી નીચે પટકાયેલ મહિલાનું કરુણ મોત થયું હતુ. વરાછાથી પુત્ર સાથે મોટરસાયકલ પર જતી વેળાએ દાંડી રોડ પર મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોતને ભેટયા હતા. જોકે તેમના બે પુત્રને ઈજા થઈ હતી.


