By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એકામ્બરેશ્વર મંદિર : જ્યાં માતા પાર્વતીની પરીક્ષા લેવા સાક્ષાત્ ભોળાનાથ આવ્યા હતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

એકામ્બરેશ્વર મંદિર : જ્યાં માતા પાર્વતીની પરીક્ષા લેવા સાક્ષાત્ ભોળાનાથ આવ્યા હતા

agragujaratnews
Last updated: 2023/10/09 at 3:48 PM
2 years ago
Share
એકામ્બરેશ્વર મંદિર : જ્યાં માતા પાર્વતીની પરીક્ષા લેવા સાક્ષાત્ ભોળાનાથ આવ્યા હતા
SHARE

  • મંદિરમાં દેવી કામાક્ષીની મૂર્તિ અને શિવલિંગ છે. જેમાં દેવી કામાક્ષી ભગવાન શિવનું શિવલિંગ પકડતાં દેખાય છે

ભારતનાં દક્ષિણી રાજ્યોમાં મંદિરોની શૈલી મંત્રમુગ્ધ કરી દેનારી હોય છે. અહીંનાં તમામ મંદિરો જોતાંની સાથે જ ભક્તજનો ધન્યતા અનુભવે છે. દક્ષિણના મોટાભાગનાં મંદિરોનું નિર્માણ સદીઓ પહેલાં કરવામાં આવેલું છે તેમજ અહીંનાં તમામ મંદિરોની પોતાની અલગ ઓળખ છે. આવું જ એક મંદિર છે જે શિવજીને સમર્પિત છે. આ મંદિર તામિલનાડુના કાંચીપુરમમાં આવેલું છે. જેને એકામ્બરેશ્વર મંદિર અને એકામ્બરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્વયંભૂ મંદિર એટલે એકામ્બરેશ્વર

આ મંદિરને સ્વયંભૂ મંદિર કહેવા પાછળ એક ધાર્મિક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવને ખૂબ જ ક્રોધ આવ્યો હતો ત્યારે તેમણે માતા પાર્વતીને પૃથ્વી પર જવાનું કહ્યું હતું. માતા પાર્વતી ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરીને તુરંત જ પૃથ્વી પર આવી ગયાં અને તેઓ ભગવાન શિવની જ તપસ્યા કરવા લાગ્યાં હતાં. બીજી તરફ ભગવાન શિવ માતા પાર્વતીની કઠોર તપસ્યા જોઈને આશ્ચર્ય પામી ગયાં હતાં. તેથી તેમણે માતા પાર્વતીની તપસ્યાભંગ થવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમણે તેમની તપસ્યાભંગ કરવા માટે ચારેય તરફ આગ લગાવી દીધી હતી. સાથે સાથે તપસ્યા માટે જે શિવલિંગ રાખવમાં આવ્યું હતું તે વહી જાય તે માટે ગંગા નદીને પણ મોકલવામાં આવી હતી. ભોળાનાથે તમામ પ્રયત્નો કરી જોયા, પરંતુ માતા પાર્વતીની તપસ્યાભંગ કરી શક્યા નહીં. ગંગા નદીના વહેણથી પણ માતા પાર્વતીએ તેમનાથી શિવલિંગ દૂર ન કર્યું. અંતે માતા પાર્વતીની કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને દર્શન દીધાં. તેથી આ મંદિરને સ્વયંભૂ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

એકામ્બરેશ્વર મંદિરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું?

ભારતનાં પ્રાચીન મંદિરોમાં એકામ્બરેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે. આ પ્રાચીન મંદિરનું નિર્માણ સાતમી સદીમાં પલ્લવ વંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર વિશે એમ પણ કહેવાય છે કે, 10મી સદીમાં આદી શંકરાચાર્યે આ મંદિરનું પુનઃ નિર્માણ પણ કરાવ્યું હતું. આ સાથે તેમણે કામાક્ષી અમ્મન મંદિર અને વરદરાજ પેરુમલ મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું. જ્યારે 15મી સદીમાં વિજયનગરના સમ્રાટો દ્વારા રાજગોપુરમ સહિત અન્ય ધાર્મિક નિર્માણો પણ કરવામાં આવ્યાં હતાં. તેમજ તંજાવૂરના નાયકો દ્વારા પણ આ મંદિરના નિર્માણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે.

કાંચીપુરમમાં સૌથી મોટું મંદિર હોવાની સાથે સાથે આ વિજયનગર વંશનું ઉચ્ચતમ પ્રતીક પણ કહેવાય છે. ખાસ કરીને આ મંદિરને પંચભૂત સ્થલમના પાંચ પવિત્ર શિવમંદિર પૈકીનું એક ગણવામાં આવે છે અને આ મંદિર ધરતી તત્ત્વનું પ્રતિનિધિત્વ પણ કરે છે!

એકામ્બરેશ્વર મંદિરની વાસ્તુકલા

એકામ્બરેશ્વર મંદિરમાં દેવી કામાક્ષીની મૂર્તિ અને શિવલિંગ છે. જેમાં દેવી કામાક્ષી ભગવાન શિવનું શિવલિંગ પકડતાં દેખાય છે. એકામ્બરેશ્વર મંદિરમાં ભગવાન એકામ્બરેશ્વર મૂર્તિની સામેની તરફ સ્ફટિક શિવલિંગ ઉપરાંત સ્ફટિક નંદી પણ બિરાજમાન છે.

એકામ્બરેશ્વર મંદિરની ધાર્મિક માન્યતાઓ

આ મંદિરનાં દર્શન કર્યાં બાદ ભક્તજનોને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. સ્ફટિક શિવલિંગનાં દર્શનમાત્રથી ભક્તજનોમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને તેનામાંથી નકારાત્મક્તા દૂર થઈ જાય છે.

આ મંદિરમાં સહસ્ત્રલિંગ અને અશ્તોથરા લિંગ પણ છે. બ્રહ્મહત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી રામે પણ સહસ્ત્રલિંગની પૂજા કરી હતી. તેથી અહીં પણ ભક્તજનો આ સહસ્ત્રલિંગની પૂજા કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં ભક્તજનો પૂરી શ્રદ્ધાથી કુલ 108 દીવા પ્રગટાવે છે.

એકામ્બરેશ્વર મંદિરમાં કયા ધાર્મિક તહેવારો ઊજવાય છે?

આ મંદિરમાં દર વર્ષે અની તિરુમંજનામ (જૂન-જુલાઈ), આદિ કૃતિકઈ (જુલાઈ-ઓગસ્ટ), અવનિ મુલમ (ઓગસ્ટ-સપ્ટેમ્બર), નવરાત્રિ (સપ્ટેમ્બર-ઓક્ટોબર), કાર્તિકી દીપમ (નવેમ્બર-ડિસેમ્બર), થાઇ પૂસમ (જાન્યુઆરી-ફેબ્રુઆરી) ઉપરાંત પંગુની ઉથિરમ (માર્ચ-એપ્રિલ), ચિત્ર પૌર્ણિમા (એપ્રિલ-મે) અને વૈકાશી વિશાકમ (મે-જૂન) તહેવારો ખૂબ જ ધામધૂમથી અને ભક્તિપૂર્વક ઊજવવામાં આવે છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આ ધાર્મિક તહેવારોમાં દર્શનાર્થે આવે છે. આ મંદિરનો સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર પંગુની ઉત્સવ માનવામાં આવે છે, જે કુલ 13 દિવસ સુધી ચાલે છે.

મંદિરની અન્ય વિશેષતાઓ

  • અવિરામ કાલ મંડપમ મંદિરના મુખ્ય આકર્ષણમાંથી એક છે, જેમાં કુલ 100 સ્તંભ છે. આ તમામ સ્તંભો પર ખૂબ જ કલાત્મક નક્શીકામ કરવામાં આવ્યું છે.
  • આ મંદિરમાં ભગવાન વિષ્ણુની ખૂબ જ નાની મૂર્તિ સ્થાપવામાં આવેલી છે જેને વામન મૂર્તિ પણ કહેવામાં આવે છે.
  • આ મંદિરના પ્રાંગણમાં દીવાલોની સાથે 1008 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં છે

 એકામ્બરેશ્વર કેવી રીતે પહોંચશો?

જો તમે વિમાનમાર્ગે આ મંદિરે આવવા માંગતા હો તો ચેન્નઈ એરપોર્ટ સૌથી નજીક છે. જે કાંચીપુરમથી અંદાજે 70થી 75 કિમી. છે. જ્યારે નજીકનું રેલવે સ્ટેશન કાંચીપુરમ છે, આ રેલવે સ્ટેશન ભારતનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. ઉપરાંત જો તમે સડકમાર્ગે આવવા માંગતા હો તો અહીં ચેન્નઈથી નિયમિત બસો મળી રહે છે. તેમજ તમે પ્રાઇવેટ વાહન દ્વારા પણ મંદિર આવી શકો છો.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 4 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?