- પાલઘર જિલ્લાના મનોર તાલુકાની ઘટના
- વૈતરણા નદીમાં એક 32 વર્ષીય યુવક કરી રહ્યો હતો માછીમારી
- છીછરા તળાવમાં યુવક જતા શાર્કે કર્યો અચાનક હુમલો
મનોર ખાતે વૈતરણા ખાડીમાં માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્ક દ્વારા હુમલો થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.હાલ યુવકની સારવાર સ્થિર છે,તો બીજી તરફ ઘટનાની જાણ થતા અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા,અને યુવકને સારવાર હેઠળ ખસેડી વધુ તપાસ હાથધરી હતી.
શુ હતી ઘટના
ઈજાગ્રસ્ત યુવકનુ નામ વિકી ગોવારી છે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો,મંગળવારે યુવાનોનું એક જૂથ મનોર ખાતે વૈતરણા ખાડીમાં ફિનિશિંગ માટે ગયું હતું. ખાડીના પાણીમાં માછીમારી કરતી વખતે અચાનક એક શાર્કે વિકી પર હુમલો કર્યો અને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો. શાર્કે વિકીના પગ પર હુમલો કર્યો. તેના પગમાં ઘણી ઇજાઓ થઈ.ઈજાગ્રસ્તને વધુ પડતું લોહી વહી જવાને કારણે યુવક બેભાન થઈ ગયો હતો. “શરૂઆતમાં, યુવકને મનોરની આસ્થા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિ જોઈને તેને દાદરા અને નગર હવેલી જિલ્લાના સિલ્વાસાની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ પહોંચી ઘટના સ્થળે
શાર્કનું વજન આશરે 200 કિલો છે. “મનોર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને અસ્થા હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી,શાર્ક એ ઇલાસ્મોબ્રાન્ચ માછલીનું એક જૂથ છે જે કાર્ટિલેજિનસ હાડપિંજર, માથાની બાજુઓ પર પાંચથી સાત ગિલ સ્લિટસ અને પેક્ટોરલ ફિન્સ દ્વારા વર્ગીકૃત થયેલ છે જે માથા સાથે જોડાયેલા નથી.


