- પોલીસે જુગારીઓ પાસેથી કુલ 6.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- વિરમગામ ગ્રામ્ય પોલીસની બાતમી આધારે રેડ પાડીને કાર્યવાહી
- જુગારીઓ જુદાં જુદાં ગામોમાંથી જુગાર રમવા આવ્યા હતા
વિરમગામ ગ્રામ્ય પોલીસને બાતમી મળતા સચાણા ગામ પાસેના બાયપાસ હાઈવે માર્ગ પર આવેલી જય માતાજી હોટેલ સામેના ખેતર સીમમાં દરોડો પાડી જુગાર રમતા 7 વ્યક્તિઓને કુલ રૂ. 6,20,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખેતરની ઓરડીના આગળના ખુલ્લા શેડ નીચે જુગાર રમતા મોહમ્મદ રફીક હબીબ શેખ, મોહમ્મદ સમીર મોહમ્મદ રફીક શેખ, અયુબ કયુમ શેખ(ત્રણેય રહે. સચાણા, તાલુકો વિરમગામ), અંજુમ સમીખા શેખ, સમીર પરવેઝ અબ્દુલ કાદર શેખ(બંને રહે. ઈયાવા, તા.સાણંદ), શોકીન સૌકત શેખ(રહે માંડલ), હુસેન ઈસરાઈલ કુરેશી(રહે. સીતાપુર, તા.માંડલ)ના મળી કુલ સાત વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. ઝડપાયેલા જુગારી મૂળ યૂપીના અને હરિયાણાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. જુગારીઓ જુદાં જુદાં ગામોમાંથી જુગાર રમવા આવ્યા હતા. પોલીસે રોકડ રકમ રૂ. 37,500, દાવ ઉપરથી રૂ. 1900, ક્રેટા કાર, બે બાઈક, 8 મોબાઈલ ફેન મળી કુલ રૂ. 6,20,400નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી.


