- ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા બોટ પલ્ટી હતી
- પોલીસે 14 નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઊતારી
- વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કર્યો
રાજ્યમાં બહુચર્ચિત એવા હરણી બોટ દુર્ઘટના કેસમાં પોલીસ દ્વારા તપાસ તેજ બનાવવામાં આવી છે. જેમાં આજે ફરી હરણી તળાવમાં ઉતારવામાં આવી હતી. બોટનો બોયન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બોટની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મૃતક બાળકો અને શિક્ષિકાઓના વજન જેટલી રેતી થેલીઓ ભરીને બોટમાં મુકવામાં આવી હતી અને બોટને તળાવમાં ચલાવવામાં આવી હતી.
આ અંગે તપાસ અધિકારીઓ ઉપરાંત બોટનો બોયન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એટલે કે, બોટ કેટલું વજન ઉપાડીને શકે તે બાબતનો ટેસ્ટ FSLની ટીમને સાથે રાખીને કરવામાં આવ્યો હતો. આગામી બેથી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ આવશે. બોટના માલિકને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
જ્યારે બીજી તરફ વડોદરાની દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ, પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહની પોલીસે ધરપકડ કરી છે. આજે વધુ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં નૂતન શાહ, વૈશાખી શાહ અને વત્સલ શાહનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નૂતનબેનને દવાખાને લઇને આવી રહ્યા હતા, તે સમયે ત્રણેય આરોપી વડોદરાની દેણા ચોકડી પાસેથી પકડાઈ ગયા હતા.
આ ઉપરાંત જે બોટની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મૃતક બાળકો અને શિક્ષિકાઓના વજન જેટલી રેતી થેલીઓ ભરીને બોટમાં મુકવામાં આવી હતી અને બોટને તળાવમાં ચલાવવામાં આવી હતી.આગામી બેથી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ આવશે. બોટના માલિકને પણ સાથે રાખવામાં આવ્યા હતા.


