- સુભાનપુરા બાદ બાજવામાં નશીલી સીરપનું ગોડાઉન ઝડપાયું
- ગોપાલ સોસાયટીમાંથી નશાકારક સીરપનું ગોડાઉન ઝડપાયું
- ગોડાઉનમાંથી નશાકારક સીરપના 367 બોક્સ ઝડપાયા
વડોદરા MD ડ્રગ્સ બાદ નશીલી કફ સીરપનું AP સેન્ટર બન્યુ છે. સુભાનપુરા બાદ બાજવામાં નશીલી સીરપનું ગોડાઉન ઝડપાયું છે. જેમાં ગોપાલ સોસાયટીમાંથી નશાકારક સીરપનું ગોડાઉન ઝડપાયું છે. તેમજ ગોડાઉનમાંથી નશાકારક સીરપના 367 બોક્સ ઝડપાયા છે.
ગોડાઉનના મૂળ માલિકનું નામ મહેશ શાહ હોવાનું ખૂલ્યું
ગોડાઉનના મૂળ માલિકનું નામ મહેશ શાહ હોવાનું ખૂલ્યું છે. તેમજ રાજેશ પટેલ નામના વ્યક્તિએ ગોડાઉન ભાડે લીધું હતું. જેમાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં આ કૌભાંડ ઝડપાયુ છે. ગત રોજ અમદાવાદ એસ.ઓ.જી દ્વારા નશાકારક સીરપ ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે 24 કલાકમાં વડોદરા એસ.ઓ.જી એ વધુ નશાકારક સીરપ ઝડપી પાડી છે. જેમાં બાજવા ગામના ગોપાલ સોસાયટીમાં નશા કારક સીરપનું ગોડાઉન ઝડપાયુ છે.
44 હજાર સીરપની બોટલો મળી આવી છે
નશાકારક સીરપના 367 બોક્સ ઝડપાયા છે. જેમાં કુલ 44 હજાર સીરપની બોટલો મળી આવી છે. ત્યારે કુલ રૂપિયા 66 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. વડોદરા એસ.ઓ.જી દ્વારા ગોડાઉન સીલ કરાયું છે. તેમાં Us lifescience નામનો સુભાનપુરાના એડ્રેસનો લાલ ઇન્કનો સિક્કો મળી આવ્યો છે. તેથી વડોદરા એસ.ઓ.જી.એ વધુ તપાસ હાથ ધરી છે.


