By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 hours ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 hours ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 day ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ભાજપમાં જ્ઞાતિ આધારિત બળવાનો પડકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ભાજપમાં જ્ઞાતિ આધારિત બળવાનો પડકાર

Editor
Last updated: 2026/11/18 at 3:41 PM
4 hours ago
Share
 ભાજપમાં જ્ઞાતિ આધારિત બળવાનો પડકાર
SHARE

ધારાસભ્યના નિવેદનથી પક્ષમાં જ સખળ ડખળના એંધાણ

ભાજપમાં જ્ઞાતિ આધારિત બળવાનો પડકાર

દિગ્ગજ નેતાઓના પોત પોતાના જૂથ સક્રિય થયા હોવાની ચર્ચા : પાટીદાર મુખ્યમંત્રી જાળવી રાખવા લોબિંગ શરૂ : કોળી સમાજમાં જ તડા, પ્રવિણ માળીના નિવેદન સામે બાવળિયા જૂથનો મોરચો

કોળી સમાજ બાદ ખારવા સમાજ પણ મેદાનમાં આવ્યો : સોમનાથ બેઠક પર અન્યાયના આક્ષેપ : ચૂંટણી પહેલા ગરમાવો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદ અને ભાજપના આંતરિક જૂથવાદને લઈને ચર્ચાઓ તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અને મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે ભાજપના અલગ-અલગ જૂથોની સક્રિયતા ચર્ચાનો વિષય બની છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થકો વચ્ચે રાજકીય ખેંચતાણ હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલનો કાર્યકાળ પૂર્ણ થવાની નજીક હોવાની ચર્ચા વચ્ચે તેમના ગુજરાત પરત ફરવાની અટકળો પણ થઈ રહી છે. આ દરમિયાન તેમની પુત્રી અનાર પટેલનું નામ ગુજરાતના મુખ્યમંત્રી પદના સંભવિત દાવેદાર તરીકે ચર્ચામાં આવ્યું છે.

અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં મોટી જવાબદારી મળ્યા બાદ પાટીદાર સમાજમાં તેમની રાજકીય ભૂમિકા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, અનાર પટેલને મુખ્યમંત્રી બનાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ થઈ નથી. રાજકીય ચર્ચાઓમાં એવો સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન બની શકે તો અનાર પટેલને મુખ્યમંત્રી પદની તક કેમ ન મળે?

બીજી તરફ, અમિત શાહ ગુજરાતના રાજકીય સમીકરણોમાં પોતાની ભૂમિકા જાળવી રાખવા સક્રિય હોવાની ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં હર્ષ સંઘવીનું નામ પણ આગામી મુખ્યમંત્રી તરીકે સંભવિત દાવેદારના રૂપમાં લેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગણી કરતાં રાજકીય ચર્ચાને નવો વળાંક આપ્યો છે. આ નિવેદન બાદ રાજ્યમાં પાટીદાર અને કોળી સમાજના નેતૃત્વને લઈને રાજકીય સમીકરણો અંગે ચર્ચા વધી છે. જોકે, ભાજપના મોવડી મંડળે હજુ સુધી કોઈ નામ જાહેર કર્યું નથી.

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે પાટીદાર નેતાઓ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને જાળવી રાખવા અથવા આગામી સમયમાં પણ પટેલ સમાજના નેતાને મુખ્યમંત્રી પદે રાખવા માગે છે. બીજી તરફ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ પણ ચર્ચામાં છે.

વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં જ્ઞાતિગત સમીકરણો અને નેતૃત્વના પ્રશ્નો મહત્ત્વના બની શકે છે. જોકે, મુખ્યમંત્રી બદલવા, અનાર પટેલને જવાબદારી આપવા કે હર્ષ સંઘવીની પસંદગી કરવા અંગેની વાતો હાલ અટકળો સુધી જ સીમિત છે. અંતિમ નિર્ણય ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ જ લેશે.

ગીર સોમનાથ જિલ્લાની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી સોમનાથ વિધાનસભા બેઠક પર ખારવા સમાજે પોતાના જ સમાજના ધારાસભ્યની પ્રબળ માંગ કરતા સ્થાનિક અને રાજ્યના રાજકારણમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. સમાજના અગ્રણી રિતેશ ફોફંડી એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આ સમગ્ર મુદ્દાને ખુલ્લી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. રિતેશ ફોફંડીએ પોતાની પોસ્ટમાં સમાજની લાગણીને વાચા આપતા સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, ‘આ કોઈ એક વ્યક્તિની અંગત રાજકીય મહત્વાકાંક્ષા નથી, પરંતુ આ સમગ્ર ખારવા સમાજની સામૂહિક માંગ છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં સોમનાથ બેઠક પરથી ખારવા સમાજનો જ ધારાસભ્ય હોવો જરૂરી છે.’ તેમની આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

પ્રવીણ કોળી દ્વારા કરવામાં આવેલી નિવૃત્તિની માંગના વિરોધમાં બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકોએ પ્રવીણ કોળીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને તેમની સામે સામાજિક બળવો પોકાર્યો હતો. સમર્થકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયાએ વર્ષો સુધી સમાજના ઉત્થાન અને વિકાસ માટે કામ કર્યું છે, ત્યારે તેમના વિશે આ પ્રકારની ટિપ્પણી કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.

બોટાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં આગેવાનોએ આક્રમક અંદાજમાં પ્રવીણ કોળીને વળતો જવાબ આપ્યો હતો. બેઠકમાં એક જ સૂર ઉઠ્યો હતો કે, કુંવરજી બાવળિયાને નિવૃત્તિની નહીં, પરંતુ તેમના વિરોધીઓને યોગ્ય શિખામણ આપવાની જરૂર છે. સમર્થકોએ પ્રવીણ કોળી સામે મોરચો માંડીને કુંવરજી બાવળિયાને મજબૂત પીઠબળ પૂરું પાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સમાજના વડીલો અને યુવાનોએ એકજૂથ થઈને બાવળિયાની નેતાગીરીમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

‘આંદોલનને લઈને મને કોઈ રંજ નથી’

દિનેશ બાંભણિયાના આ નિવેદન બાદ હાર્દિક પટેલે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે બાંભણિયાનું નિવેદન તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. આંદોલન કોઈ એક વ્યક્તિને હટાવવા માટે નહોતું પરંતુ સમાજના હિત માટે કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે વધુમાં દાવો કર્યો હતો કે આનંદીબેન પટેલે પાટીદાર અનામત આંદોલનના કારણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નહોતું. આંદોલનનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે સત્તા પરથી હટાવવાનો નહોતો. તેમણે જણાવ્યું કે આંદોલન એ સમગ્ર સમાજનું આયોજન હતું અને સમાજના હિત માટે લડત ચલાવવામાં આવી હતી. તેથી આંદોલનને લઈને તેમને કોઈપણ પ્રકારનો અફસોસ કે રંજ નથી.

You Might Also Like

 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી

 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ

 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો

 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે

 મનપાનો આવતિકાલે સ્થાપના દિવસ : સંગીત સંધ્યાનું આયોજન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું
ગુજરાતરાજકોટ

ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું

Editor By Editor 1 day ago
મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો
ટ્રાફિકમાં ફસાયેલા પ્રસૂતા અને નવજાત શિશુ માટે ધારાસભ્ય હીરા સોલંકી બન્યા ‘દેવદૂત’
 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી
 ડાકોર મંદિર ટ્રસ્ટને બૃધ્ધિ આવી, VIP સેવા બંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?