- આજે સવારે 10:30 વાગ્યે મૌલાના મુફ્તીને કોર્ટમાં રજૂ કરાશે
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૌલાનાને કોર્ટમાં રજૂ કરાશે
- 24 ડિસેમ્બરે ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતુ
જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા મુંબઈથી ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા મૌલાનાની ધરપકડ કરીને ગુજરાત લવાયો અને કોર્ટમાં રજુ કરાયો હતો. ત્યારે આજે ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને મોડાસા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મામલે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
આજે શનિવારે મૌલાના મુફ્તીને 10.30 વાગે કોર્ટમાં રજૂ કરાશે
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને આજે શનિવારે મૌલાનાને 10.30 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મૌલાના મુફ્તીના કોર્ટે મંજૂર કરેલ 5 દિવસના રિમાન્ડ આજે શનિવારે પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
24 ડિસેમ્બરે, મૌલાનાએ ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યુ
મૌલાના મુફ્તી વિરુદ્ધ ધાર્મિક અને SC સમાજની લાગણી દુભાવવાના ભાષણનો આરોપ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મૌલાનાને કોર્ટમાં રજૂ કરાશે. ગત 24 ડિસેમ્બરની રાત્રિઓ ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેને પગલે મુંબઈથી પોલીસે મૌલાના મુફ્તીની ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસની તપાસ ડિવાય એસપી કે. જે. ચૌધરીની ટીમ દ્વારા કરવામાં આવી છે.
ભડકાઉ ભાણષના મૌલાનાને 40 હજાર ચુકવાયા
જુનાગઢમાં મૌલાનાને ભડકાઉ ભાષણ માટે રૂ. 40 હજાર રોકડા ચૂકવ્યાનો ખુલાસો થયો છે. જેમાં 31 જાન્યુઆરીએ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું, તેમાં મૌલાના અઝહરી અને બે સ્થાનિક આયોજકો સામે ફરિયાદ થઇ છે. તેમાં મૌલાના અઝહરીનો શરતી જામીન પર છુટકારો થયો હતો.
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસ ચલાવી રહી છે
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસ ચલાવી રહી છે. મૌલાના અઝહરીના સોશિયલ મીડિયા પર 4.69 લાખ ફોલોઅર્સ છે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનને મોડાસા લવાયો હતો. જેમાં મૌલાના મુફ્તીની મુશ્કેલીઓ વધી છે. ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે કબજો લીધો છે. મોડાસા પોલીસે ધરપકડ કરી ગઇકાલે કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ગુન્હા મામલે પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી માંગ હતી. તથા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ થઈ છે. બેંકમાં ફન્ડિંગ માહિતી તેમજ 10 મુદ્દાના આધારે રિમાન્ડ માગ્યા હતા.


