By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: છેલ્લી ઘડીના ઉધામા! અટલ સરોવર, સ્માર્ટ સિટીના કામ પુરા કરવા મનપા ઉંધા માથે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

છેલ્લી ઘડીના ઉધામા! અટલ સરોવર, સ્માર્ટ સિટીના કામ પુરા કરવા મનપા ઉંધા માથે

agragujaratnews
Last updated: 2024/02/17 at 4:57 PM
2 years ago
Share
છેલ્લી ઘડીના ઉધામા! અટલ સરોવર, સ્માર્ટ સિટીના કામ પુરા કરવા મનપા ઉંધા માથે
default
SHARE

છ વર્ષ સુધી ધકેલ પંચા દોઢસોની જેમ કામ ચાલ્યુ, અને હવે પી.એમ. મોદીના હસ્તે લોકાર્પણ કરાવવા ઇજનેરોની ફૌજ કામે લગાડાઇ

કામ પુરુ કરવા બે સિટી ઈજનેર,  બે ઈન્ચાર્જ સિટી ઈજનેર સહિત 33 ઈજનેરોને એરિયાવાઇઝ બ્લોક બનાવીને સોંપવામા આવી જવાબદારી

રાજકોટમાં આગામી તા.૨૫મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે રૈયા સ્માર્ટ સિટીમાં રોબટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામની સાથે અટલ સરોવરનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામા આવે તેવી તૈયારી સાથે મનપાએ ઇજનેરોને ખાસ અટલ સરોવર માટે જ વધારાની કામગીરી સોંપી છે. બ્લોકવાઇઝ આયોજન કરીને જવાબદારીની વહેંચણી કરવામા આવી છે. અહીં સવાલ એ છે કે, અત્યાર સુધી કામ ધકેલ પંચા દોઢસોની જેમ ચાલ્યુ. અને હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આબરૂ ન જાય એ માટે અટલ સરોવરનું કામ જમીન આસમાન ભેગા કરીને પણ પુર્ણ કરવા રહી રહીને તંત્ર ખરા અર્થમાં ધંધે લાગ્યુ છે.

Contents
છ વર્ષ સુધી ધકેલ પંચા દોઢસોની જેમ કામ ચાલ્યુ, અને હવે પી.એમ. મોદીના હસ્તે લોકાર્પણ કરાવવા ઇજનેરોની ફૌજ કામે લગાડાઇકામ પુરુ કરવા બે સિટી ઈજનેર,  બે ઈન્ચાર્જ સિટી ઈજનેર સહિત 33 ઈજનેરોને એરિયાવાઇઝ બ્લોક બનાવીને સોંપવામા આવી જવાબદારીકાંઠે આવીને કામ ગોથે ચડ્યુ, પ્રોજેક્ટની 1૫ ટકા કામગીરી બાકીસરોવરની સપાટી ૫ ફૂટ, હાલ માત્ર ૧ પાણી ભરેલુરૈયા STPથી પાઇપલાઇન દ્વારા સરોવર ભરવાની છેલ્લી ઘડીની કસરતછ વર્ષ વીતી ગયા, છતા કામ હજુ અુધરાઆવુ એમ્બ્યુઝમેન્ટ પાર્ક હોય? માત્ર એકાદ-બે રાઇડસ મુકી દેવાઇ

અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું કામ યુધ્ધના ધોરણે પુરુ કરવા માટે મ્યુ. કમિશ્નર આનંદ પટેલે બે સિટી ઈજનેર,  બે ઈન્ચાર્જ સિટી ઈજનેર સહિત 33 ઈજનેરોની નિમણૂંક કરવામાં આવી છે.  જેથી કામગીરી ઝડપી પૂર્ણ થઈ શકે. પ્રોજેક્ટનાં લોકાર્પણ માટે બ્લોક વાઈઝ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કામ પૂરા કરવા સિટી ઈજનેર પી.ડી. અઢીયા, ઈન્ચાર્જ સિટી ઈજનેર કે.કે.મહેતા, ઈન્ચાર્જ એડી. સિટી ઈજનેર જે.ડી. કુકડીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ બ્લોક વાઈઝના 5 ઈજનેરો, ગાર્ડનિંગ માટે આર.કે.હિરપરાની નિમણૂંક કરવામાં આવી છે.   તેમજ અન્ય કામ માટે ઈજનેરોને જવાબદારી સોંપી સ્માર્ટ સિટીમાં સોલીડ વેસ્ટ શાખાને સફાઈ, બાંધકામ વેસ્ટના નિકાલ, રખડતા ઢોર દૂર કરવા સહિતના હુકમ કરવામાં આવ્યા છે.

કાંઠે આવીને કામ ગોથે ચડ્યુ, પ્રોજેક્ટની 1૫ ટકા કામગીરી બાકી

અટલ સરોવરનું કામ કાંઠે આવીને ગોથે ચડવા લાગ્યુ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતુ મેઇન કામ જ ૧૫ ટકા જેટલુ બાકી છે અને હવે વડાપ્રધાન રાજકોટ આવે તેની ગણતરીની કલાકો બાકી છે. ત્યારે હવે અટલ સરોવરનું બાકીનું સિવિલ વર્ક તેમજ તળાવ પાણીથી ભરવા માટે તંત્ર ઉંધા માથે થયુ છે.

સરોવરની સપાટી ૫ ફૂટ, હાલ માત્ર ૧ પાણી ભરેલુ

રેસકોર્સ-૨માં અલગ અલગ ત્રણ તળાવ બનાવવામા આવ્યા છે. તેમાથી મુખ્ય અટલ સરોવરને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ ડેવલપ કરવાનું આયોજન છે. અટલ સરોવરની ઉંડાઇ પાંચ મીટરની છે. અને ક્ષમતા ૪૦ કરોડ લીટરની છે. જો કે હાલની સ્થિતિએ માત્ર ૧ મીટર  જ પાણી ભરેલુ છે.

રૈયા STPથી પાઇપલાઇન દ્વારા સરોવર ભરવાની છેલ્લી ઘડીની કસરત

અમદાવાદના કાકરિયા લેક જેવુ એક પીકનિક પોઇન્ટ તરીકે રેસકોર્સ-૨ને ડેવલપ કરાશે. કાકરિયા લેક બારેમાસ પાણીથી ભરાયેલુ નથી રહેતુ પણ આનંદની વાત એ છે કે, અટલ સરોવરને બારેમાસ પાણીથી હર્યુભર્યુ રાખવામા આવશે. શહેરમાંથી નીકળતા ગટરના પાણીને રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધિકરણ કરીને અટલ લેકમાં ઠલવીને સતત ભરેલુ રાખવામા આવશે. આ માટે રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી રેસકોર્સ-૨ સુધી ૬૦૦ એમ.એમ. ડાયામીટરની પાઇપલાઇન પાથરવામા આવી છે.

છ વર્ષ વીતી ગયા, છતા કામ હજુ અુધરા

આવુ એમ્બ્યુઝમેન્ટ પાર્ક હોય? માત્ર એકાદ-બે રાઇડસ મુકી દેવાઇ

રેસકોર્સ-૨ બનાવવાની જાહેરાત જ્યારે થઇ હતી ત્યાંરે બ્યુટિફિકેશન, એમ્બ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ ઝોન, બોટિંગ સહિતની સુવિધા સાથે અમદાવાદના કાંકરિયા લેક જેવુ પીકનિક પોઇન્ટ બનાવવાની વાત હતી. છ વર્ષ પહેલા સ્માર્ટ સિટી, રેસકોર્સ-૨ની જાહેરાત થઇ હતી. હાલ તો એમ્બ્યુઝમેન્ટ પાર્કના નામે માત્ર એકાદ-બે રાઇડસ અને હીચકા-લપસિયા જેવા સાધનો મુકી દેવાયા છે. આવા અધુરા કામે વડાપ્રધાનના હાથે લોકાર્પણ કરાવવાની તૈયારી ચાલી રહી છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટ

 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ

Editor By Editor 5 days ago
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?