By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    10 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધારાસભ્યથી સાંસદ સુધી, છેલ્લા 10 વર્ષમાં કેટલા નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડયો?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ધારાસભ્યથી સાંસદ સુધી, છેલ્લા 10 વર્ષમાં કેટલા નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડયો?

agragujaratnews
Last updated: 2024/02/19 at 11:28 AM
2 years ago
Share
ધારાસભ્યથી સાંસદ સુધી, છેલ્લા 10 વર્ષમાં કેટલા નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડયો?
SHARE

  • 2014-2021 દરમિયાન કોંગ્રેસમાંથી કુલ 399 નાના-મોટા નેતાઓએ પાર્ટી બદલી
  •  પક્ષપલટો કરનારા 35 ટકા ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા
  • લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. હવે મધ્યપ્રદેશમાંથી દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં જોડાવાની અટકળો છે. કોંગ્રેસ જ્યારથી કેન્દ્રીય સત્તામાંથી બહાર છે ત્યારથી તેના ઘણા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી બે મોટા નેતા મિલિંદ દેવડા અને અશોક ચવ્હાણે પાર્ટીને અલવિદા કહ્યું હતું. ચાલો, જાણીએ; 2014 પછી કયા કોંગ્રેસી નેતાઓએ પાર્ટી છોડી અને 2019 બાદ પાર્ટીની સ્થિતિ કેવી થઈ છે; 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કયા નેતાઓએ પાર્ટીનો હાથ છોડયો?

2021માં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મનો રિપોર્ટ જાહેર થયો જેને 1,133 ચૂંટણી ઉમેદવારો અને 500 સાંસદો તથા ધારાસભ્યોના સોગંદનામાના આધારે બનાવાયો હતો. આ એવા નેતા હતા જેમણે 2014 બાદ લોકસભા, વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી બદલી હતી. રિપોર્ટ અનુસાર, 2014 બાદ કોંગ્રેસના નેતાઓએ સૌથી વધુ પક્ષપલટા કર્યા છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે કુલ પક્ષપલટામાંથી લગભગ 35 ટકા ધારાસભ્ય અને સાંસદ 2014-2021 વચ્ચે કોંગ્રેસમાંથી છૂટા પડયા. પક્ષપલટો કરનારા લગભગ 35 ટકા ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસના 20 ટકા ચૂંટણી ઉમેદવારોએ પાર્ટી છોડી હતી. રિપોર્ટમાં કહેવાયું હતું કે 2014-2021 દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાંથી કુલ 399 નેતાઓએ પાર્ટી બદલી હતી.

કયા મોટા નેતાઓએ પાટલી બદલી?

2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ ઘણા નાના નાના નેતાઓ ઉપરાંત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ પણ પાર્ટીને અલવિદા કહ્યું હતું. જોકે, 2019માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ બીજી વાર સત્તા પર આવ્યો ત્યારે કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઈ. એક એક કરીને તેના ઘણા દિગ્ગજ નેતાઓ અને ઊભરતા ચહેરાઓએ પાર્ટી છોડી દીધી.

અલ્પેશ ઠાકોર

કોંગ્રેસમાં ધારાસભ્ય રહેલા અલ્પેશ ઠાકોરે જુલાઈ 2019માં રાજ્યસભાની પેટાચૂંટણીમાં પાર્ટી ઉમેદવારની સામે મતદાન કર્યા બાદ પાર્ટી છોડી દીધી હતી. થોડા દિવસો બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને તેમને રાધનપુરથી પેટાચૂંટણીના મેદાનમાં ઉતારાયા. જોકે, તેઓ ચૂંટણી હારી ગયા. 2022માં થયેલી ચૂંટણીમાં તેમણે ગાંધીનગર દક્ષિણની બેઠક પર જીત મેળવી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયા

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ માર્ચ 2020માં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશમાં સિંધિયાના સમર્થક ઘણા ધારાસભ્યોએ પાટલી બદલી હતી, જેનાથી કમલનાથની સરકાર પડી હતી. રાજીનામું આપ્યા પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. સિંધિયા અત્યારે નરેન્દ્ર મોદી કેબિનેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે.

જિતિન પ્રસાદ

જિતિન પ્રસાદ રાહુલ ગાંધીના ખૂબ નિકટના સાથી ગણાતા હતા. તેમણે જૂન 2021માં કોંગ્રેસ છોડી દીધી હતી. ત્યાર બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. તે સમયે તેઓ યુપીમાં કોંગ્રેસનો ટોચનો બ્રાહ્મણ ચહેરો હતા. અત્યારે તેઓ યોગી સરકારમાં મંત્રી છે.

સુષ્મિતા દેવ

ઓગસ્ટ 2021માં મહિલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતાં. સપ્ટેમ્બર 2021માં ટીએમસીએ તેમને રાજ્યસભામાં મોકલ્યાં અને 2023 સુધી તેઓ સાંસદ રહ્યાં. હાલ તેઓ તૃણમૂલ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા છે. સુષ્મિતાને ટીએમસી ફરીથી રાજ્યસભામાં મોકલી રહી છે.

આરપીએન સિંહ

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ જાન્યુઆરી 2022માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માથા પર હતી ત્યારે જ પાર્ટીનો સાથ છોડયો હતો. ભાજપે તાજેતરમાં જ તેમને રાજ્યસભા ચૂંટણી માટે યુપીના પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

અશ્વિની કુમાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમારે પંજાબ વિધાનસભા ચૂંટણીના થોડા દિવસ પહેલાં ફેબ્રુઆરી 2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અશ્વિનીકુમાર યુપીએ સરકાર દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી રહી ચૂક્યા છે. તેમણે ઘણાં વર્ષો સુધી કોંગ્રેસ માટે કામ કર્યા બાદ તેને અલવિદા કહ્યું.

સુનીલ જાખડ

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સુનીલ જાખડે મે 2022માં પાર્ટી છોડી દીધી હતી. જાખડે તત્કાલીન મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્નીની ટીકા કરવા બદલ પાર્ટી નેતૃત્વની કારણદર્શક નોટિસ મળ્યા બાદ આ પગલું ભર્યું હતું. બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા. જુલાઈ 2023માં ભાજપે તેમને પંજાબ એકમના પ્રમુખ બનાવી દીધા.

હાર્દિક પટેલ

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે મે 2022માં કોંગ્રેસ છોડી દીધી. હાર્દિકને 2019માં રાહુલ ગાંધી પાર્ટીમાં લઈ આવ્યા હતા. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

કપિલ સિબ્બલ

કોંગ્રેસના કદાવર નેતા ગણાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ પણ પાર્ટી છોડનારા નેતાઓની સૂચિમાં સામેલ છે. તેમણે મે 2022માં કોંગ્રેસમાં રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને રાજ્યસભામાં પહોંચ્યા છે.

ગુલામ નબી આઝાદ

કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા ગુલામ નબી આઝાદે ઓગસ્ટ 2022માં પાર્ટીમાં રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે જમ્મુ-કાશ્મીરમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી નામથી પોતાનો પક્ષ બનાવ્યો.

અનિલ એન્ટની

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ જાન્યુઆરી 2023માં પાર્ટી છોડી દીધી હતી. બાદમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવની સાથોસાથ રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.

મિલિંદ દેવડા

14 જાન્યુઆરી 2024એ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવડાએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ શિવસેનામાં જોડાઈ ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં તેમણે પાર્ટીનો હાથ ઝાલ્યો હતો. શિવસેનાએ તેમને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે.

અશોક ચવ્હાણ

12 ફેબ્રુઆરી 2024એ મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અશોક ચવ્હાણે પાર્ટીનો સાથ છોડી દીધો. તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે તેમને રાજ્યસભાની ચૂંટણીના પોતાના ઉમેદવાર બનાવી દીધા છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
કચ્છ

 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું

Editor By Editor 5 days ago
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?