- વટાણા ન ભાવતા હોય તો પણ બે હાથે ખાશો પરોઠા
- ટેસ્ટી અને હેલ્ધી પરાઠા બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન
- રોજિંદા પરાઠાથી મળશે ચેન્જ અને સ્વાદ મળશે મસ્ત
શિયાળાના દિવસો ખતમ થવામાં છે. જો તમે હજુ પણ વટાણાના પરાઠાનો સ્વાદ માણવાનું ચૂકી ગયા છો તો તમે આજે જ તેને ટ્રાય કરી શકો છો. આ માટે તમારે કંઈ ખાસ મહેનત કરવાની નથી. સરળ રીતે તમે ટેસ્ટી અને હેલ્ધી વટાણાના પરોઠા ઘરે બનાવી શકશો. તો જાણો શું છે ટેસ્ટી વટાણાના પરોઠાની રેસિપિ.
સામગ્રી
- 1 કપ લીલા વટાણા
- 1 કપ ઘઉંનો લોટ
- 2 સમારેલા લીલા મરચા
- 2 ચમચી કોથમીર
- 1 બારીક સમારેલી ડુંગળી
- 1/2 ચમચી આખું જીરું
- 1 નંગ છીણેલું આદુ
- 2 લવિંગ
- 3 નંગ લસણ
- 1/2 ચમચી લીંબુનો રસ
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1/2 ચમચી ધાણા પાવડર
- શેકવા માટે તેલ
- સ્વાદ મુજબ મીઠું
વટાણાના પરાઠા બનાવવાની રીત
પરાઠા બનાવવા માટે સૌપ્રથમ લોટમાં થોડું મીઠું અને તેલ નાખીને સારી રીતે સોફ્ટ લોટ બનાવી લો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. વટાણાને છોલીને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો જેથી તે નરમ થઈ જાય. વટાણા અને લીલાં મરચાંને મિક્સરમાં નાખીને બરછટ પીસી લો. હવે તેલમાં જીરું, આદુ, સમારેલી ડુંગળી અને લસણ નાખીને સાંતળો. પીસેલા વટાણા, ધાણાજીરું, ગરમ મસાલા પાવડર, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પરાઠા બનાવવા માટે કણકનો એક લૂઓ લો, તેમાં વટાણાનું મિશ્રણ ભરો અને તેને ગોળ આકારમાં વણી લો. હવે એક પેન ગરમ કરો અને પરાઠાને બંને બાજુથી ફેરવીને શેકો. હવે પરાઠા પર તેલ અથવા ઘી લગાવો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસ પર શેકો. આ રીતે મસ્ત ટેસ્ટી અને હેલ્ધી મટર પરાઠા તૈયાર થઈ જશે. જેને તમે રાયતા, દહીં અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.


