- જે ખેલાડીઓ ભારત માટે ક્રિકેટ રમવા માંગે છે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા આપવી પડશે
- ઇશાન કિશન – હાર્દિક પંડ્યાએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનેબદલે IPL માટે પ્રેક્ટિસ ચાલુ કરી
- ઈશાન કિશનના ઘરેલુ ક્રિકેટ ન રમવાને કારણે નારાજ છે BCCI
ભારતીય ટીમના કેટલાક મોટા સ્ટાર્સ ડોમેસ્ટિક ક્રિકેટ છોડીને IPLને વધુ મહત્વ આપી રહ્યા છે. જે બાદ જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે જે ખેલાડીઓ ભારત માટે ક્રિકેટ રમવા માંગે છે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા આપવી પડશે. જે બાદ જ તેને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવશે.
હાર્દિક-કિશન રમી રહ્યા નથી ડોમેસ્ટિક ક્રિકેટ
છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે ટીમની બહાર હોવા છતાં કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં IPLને વધુ મહત્વ આપવા લાગ્યા છે. તાજેતરમાં જ ઈશાન કિશનને પણ રણજી ટ્રોફી 2024માં ઝારખંડની ટીમ તરફથી રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેને અવગણીને તે IPL 2024ની તૈયારીઓ માટે હાર્દિક પંડ્યા સાથે પ્રેક્ટિસ કરવા બરોડા ગયો હતો.
ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી
ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી રહેશે. જે બાદ જ ભારતીય ટીમમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જય શાહે આના પર કહ્યું કે જે પણ ખેલાડી ભારત માટે ક્રિકેટ રમવા માંગે છે. તેમના માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત રહેશે. અત્યારે શું થઈ રહ્યું છે કે ભારતીય ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં IPLને વધુ મહત્વ આપી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. ખેલાડીઓએ સમજવું પડશે કે ભારતીય સ્થાનિક ક્રિકેટ કરોડરજ્જુ સમાન છે.
આઈપીએલનું ઉભરવું ઉદભવ ચિંતાનું કારણ
જય શાહે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં IPLમાં ઘણો વિકાસ થયો છે. અમને આ વાત પર ગર્વ છે, પરંતુ તે ચિંતાનો વિષય પણ છે કારણ કે ઘણા ખેલાડીઓ હવે સ્થાનિક ક્રિકેટને બદલે IPLને મહત્વ આપવા લાગ્યા છે. તેઓએ સમજવું પડશે કે ભારતીય ક્રિકેટનો પાયો ઘરેલું ક્રિકેટ સાથે જોડાયેલો છે.
જય શાહ આ ખેલાડીઓ પર ચાંપતી નજર રાખશે
જય શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક ભારતીય ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ છોડીને IPL 2024ની તૈયારીઓ શરૂ કરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો આવ્યા હતા કે બોર્ડ ઈશાન કિશનના ઘરેલુ ક્રિકેટ ન રમવાને કારણે નારાજ છે. આ સિવાય દીપક ચહર પણ આ વખતે રણજી ટ્રોફી 2024માં રમતા જોવા મળ્યો ન હતો. આ સિવાય હાર્દિક પંડ્યાએ પણ ડોમેસ્ટિક ક્રિકેટથી લાંબા સમયથી અંતર બનાવી રાખ્યું છે. આ પછી હવે જોવાનું એ રહે છે કે ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં IPLને પ્રાથમિકતા આપનારા આ ખેલાડીઓ સામે બોર્ડ શું કડક કાર્યવાહી કરે છે.


