- સિંગાપોર, મેડાગાસ્કર, દ.આફ્રિકા જેવા દેશોમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
- ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જૂના મિત્રો સાથે ફરીથી જોડાવા
- નવા જોડાણો બનાવવાની તક મળી
ગણપત યુનિવર્સિટી અને ગણપત વિદ્યાનગરના ભૂતપૂર્વ MBA વિદ્યાર્થીઓના સંગઠને 20મી જનરલ મીટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ હતું. જેનું આયોજન ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, ગણપત યુનિવર્સિટી ખાતે 10, ફેબ્રુઆરી-2024ના રોજ કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિવિધ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફરીથી કનેકટ કરવા, તેમના કોલેજ દિવસોની યાદ તાજી કરવા અને વર્તમાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સહયોગ માટેની તકોની ચર્ચા કરવાનો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સિંગાપોર, મેડાગાસ્કર, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી પણ આવ્યા હતા. ઈવેન્ટની શરૂઆત નેટવર્કીંગ સાથે થઈ હતી જ્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જૂના મિત્રો સાથે ફરીથી જોડાવાની અને નવા જોડાણો બનાવવાની તક મળી હતી.20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટનું સ્વાગત પ્રવચન ગણપત યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ર્ડા.હિરેન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની એકિઝક્યુટિવ બોડીના વાઈસ પ્રેસિડેન્ટ ર્ડા.મિત્તલ દત્તાણી દ્વારા એજીએમનો એજન્ડા, અગાઉના ઓડિટેડ રિપોર્ટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ પરના પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી કારોબારી સંચાલક મંડળમાં પ્રમુખ મિત્તલ દત્તાણી, હર્ષદ પટેલ ઉપપ્રમુખ, અમૃતા મશર સેક્રેટરી અને પ્રતિક પટેલ ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ (દાદા), મંજુલાબેન (દાદી), બીઓજી મેમ્બર બેચરભાઈ પટેલ, પ્રો.ચાન્સેલર ર્ડા.મહેન્દ્ર શર્મા, યુનિ.ના જોઈન્ટ ડાયરેકટર ડેનિયલે હાજરી આપી હતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ચેરપર્સન ર્ડા.પ્રિયંકા પાઠક દ્વારા 20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટની આભારવિધિ કરી હતી. ર્ડા.નીરવ જોષી અને પ્રો.જયદીપ દેસાઈ દ્વારા 20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટનું સફળતા પૂર્વક સંકલન કરવામાં આવ્યું હતું.


