- સાસુના ઘર પર કબજો કરવાનો ડોલી શર્મા પર લાગ્યો આરોપ
- કોંગ્રેસ નેતા ડોલી શર્મા વિરુદ્ધ સાસુ-સસરાએ કેસ દાખલ કર્યો
- ડોલી શર્મા સહિત 20 અજાણ્યા લોકો સામે પણ નોંધાઈ FIR
કોંગ્રેસ પ્રવક્તા ડોલી શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડોલી પર તેની સાસુના ઘર પર કબજો કરવાનો આરોપ છે. ડોલીની સાસુ પુષ્પા શર્માએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ડોલી ઉપરાંત અન્ય 20 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ડોલીની સાસુનું ઘર ગાઝિયાબાદના વૈશાલીમાં છે. ડોલીની સાસુ પુષ્પા શર્માએ 9 ફેબ્રુઆરીએ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી કે. તેમની વહુ ડોલી તેની પાસેથી લિંક રોડનું મકાન છીનવી લેવા માંગે છે. ડોલી શર્માની સાસુએ તેની પુત્રવધૂ પર બળજબરીથી ઘરમાં ઘૂસીને તેનો કબજો લેવાનો આરોપ લગાવ્યો છે. જો કે ડોલીએ બળજબરીથી ઘરમાં ઘુસવાના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે, કે આ પારિવારિક મામલો છે.
ડોલી પર સાસુ-સસરાના ઘર પર કબજો કરવાનો આરોપ
મળતી માહિતી મુજબ, 78 વર્ષીય પુષ્પા શર્મા (ડોલીના સાસુ)એ ડોલી પર ગાર્ડને બંદૂકની અણી પર ધમકાવીને ઘરમાં ઘૂસી જવાનો આરોપ લગાવ્યો છે. ડોલીની સાસુએ જણાવ્યું કે, 9 ફેબ્રુઆરીએ ડોલી અને અન્ય 20 લોકો ઘરમાં ઘૂસ્યા. પોલીસને આપેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડોલીએ તેની સાસુ પાસેથી ઘરની ચાવી છીનવી લીધી અને તેને બહાર ફેંકી દીધી.
પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ માટે ડોલીની સાસુએ પણ કોર્ટનો સંપર્ક કર્યો છે. મહત્વની વાત એ છે કે પુષ્પા શર્મા (ડોલીની સાસુ)એ પોતાના પુત્ર અને પુત્રવધૂને મિલકતમાંથી કાઢી મૂક્યા હતા. ઘર ખાલી કર્યા પછી પણ ડોલીએ ઘરનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો.
કોર્ટે આ આદેશ આપ્યો
5 ફેબ્રુઆરીએ ગાઝિયાબાદ સિવિલ કોર્ટે કહ્યું હતું, કે ડોલી અને દીપક (ડોલીના પતિ)એ પરવાનગી વિના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. કોર્ટના આદેશ છતાં પુત્રવધૂએ ઘરમાં ઘુસીને સાસુને મિલકતમાંથી કાઢી મૂકયા હતા.પોલીસે બન્ને પક્ષે નિવેદનો પણ લીધા છે.


