- તંત્ર દ્વારા નિરાકરણ નહીં લાવતાં સ્થાનિકોમાં રોષ
- ગાંડા બાવળની ઝાડીઓ બંને સાઈડ પર લચી પડેલ જોવા મળે
- ગાંડા બાવળની ઝાડીનું જંગલ કટિંગ કરાવવામાં આવે તેવી માંગ બુલંદ બની
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ રામદેવ પીર મંદીરથી પટ્ટણીવાસ પ્રાથમિક શાળા તરફ્ જતા રસ્તા ઉપર ગાંડા બાવળની ઝાડીઓ બંને સાઈડ પર લચી પડેલ જોવા મળે છે. અને તેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. ત્યારે તંત્રના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરીને અક્સ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.શિહોરી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને જાત નિરીક્ષણ કરી ને તાત્કાલિક ધોરણે આ ગાંડા બાવળની ઝાડીનું જંગલ કટિંગ કરાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.
જો કે અગાઉ પણ આ રોડ ઉપર અક્સ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત થયું હતું જો કે હજુ સુધી શિહોરી માર્ગ અને મકાન વિભાગ ની બેદરકારી દાખવવા સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. ત્યારે હવે શિહોરી પટ્ટણીવાસ ખેતરમાં રહેતા ડાભી ચંપુભા બળવંતસિંહ અને ડાભી મોનભા જીવાજીએ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ અંગે ધ્યાન રાખીને જંગલ કટિંગ કરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી અને જો જંગલ કટિંગ કરાવવામાં નહી આવે અને કોઇ અક્સ્માત સર્જાયો તો જવાબદાર કોણ? એ પણ એક સવાલ છે.ત્યારે હવે શિહોરી માર્ગ મકાન વિભાગ દ્વારા રામદેવ પીર મંદીરથી પટ્ટણીવાસ પ્રાથમિક શાળાના રસ્તા પર લચી પડેલા બાવળ કટિંગ કરાવવામાં આવશે કે પછી જૈસે થે જેવી સ્થિતિ રહેશે એ તો આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો બની શકે છે.


