માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન
પાણીના નિકાલ માટે કેનાલની સફાઈના અભાવે ઘરોમાં પાણી ઘુસીયા
વહીવટી તંત્ર કે NDRF ની એક પણ ટીમ લધૂમતિ વિસ્તારોમા જોવા મળી નહી કે વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની બચાવ કામગીરી થઇ નહી
અગ્ર ગુજરાત, માંગરોળ
માંગરોળમાં ત્રણ દિવસના મેઘતાંડવે ભારે તરાજી સર્જી છે. ત્યારે પ્રિમોનસૂન નામે થાતી કામગીરીની પણ પોલ ખૂલી છે. માંગરોળના વરસાદી પાણી અને ઘેડ પંથકમાંથી આવતા પાણીના નિકાલ માટે બંદરનો રાજાશાહી વખતનો હાથી ખાડાનું નાળવું અને પાણીની કેનાલ મુખ્ય માર્ગો ગણાય છે. પરંતુ તંત્ર દ્વારા ક્યારેય પણ સાવચેતીના પગલા રૂપે હાથી ખાડાનું નાળવું ખોલવામાં આવતું નથી કે કેનાલ ની પણ સફાઈ કરવામાં આવતી નથી.
માંગરોળ ખારા મીઠ્ઠા વિભાગમા આવતી નોળી નેત્રાવતી કેનાલ શીલ થી શેરીયાજમા સફાઈના અભાવે પાણી નો નિકાસ બંધ થતાં શહેર અને ગામના મીઠીવાવ, સોલવાવ દેડવાવ, બંદર સહીતના એક મોટા રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાચ થી સાત ફૂટ પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું છે. અને ખેતરોમાં પાણી ભરાયા જતા પાક ફેલ થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ બાબતે એવી પણ ફરીયાદ ઉઠી છે કે, કેટલાક ખેડુતોને જમીન કપાઈ ગયા હોવા છતાં આજ સુધી વળતર પણ મળ્યું નથી. અને કેનાલ બનાવી દેવામાં આવી છે. પ્રિમોનસૂન કામગીરી ના નામે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ બાબતે ખારા મીઠ્ઠા વિભાગના અધિકારી એસ. ઓ. મુન્યાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હમે મોટા ભાગની કેનાલ સાફ કરાવી છે. હાલ પણ કામ ચાલુ છે પરંતુ સ્થાનિકોના અમુક પ્રશ્નો ને લઈ અમે સફાઈ કરાવી શક્યા નથી. તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો છે.
એવી જ રીતે માંગરોળ બંદર ઝાપા થી કેનાલ સુધી બનાવેલ પાણી નિકાલનું નાળવું પણ મોટું કરવાના નામે ખોદકામ કરી પાઈપ નાખવાની કામગીરી અધૂરી હોય એ દરમિયાન મોટી માત્રામાં વરસાદ ખાબકી જતા શહેરના પાણી નિકાલનો મોટું વહેણ ખોરવાઈ જતા શહેરના ચંપા ફળીયા, બંદર ઝાપા, સોલવાવ અને મીઠીવાવ જેવા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
આખરે સાવલ એ ઉભો થાય તંત્ર અને કહેવાતા લોક સેવકોને વરસાદ પહેલા આ કામગીરી કેમ યાદ આવે છે.? પ્રિમોનસૂન ની કામગીરી આગોતરા આયોજન રૂપે કેમ કરવામા આવતી નથી? જોકે આ વખતે પંદર દિવસ વરસાદ મોડો પડ્યો છતા તંત્ર દ્વારા પ્રિમોનસૂન કામગીરી કેમ પૂરી કરવામા આવી નહી..? આટલી મોટી જળપ્રલય વખતે સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓ બચાવ કામગીરી ઉતરી હતી પરંતુ વહીવટી તંત્ર કે NDRF ની એક પણ ટીમ ખાસ કરીને લધૂમતિ વિસ્તારોમા જોવા મળી નહી કે વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની બચાવ કામગીરી જોવા મળી નહી…! તેવા આક્ષેપો પણ લોકો દ્વારા થઈ રહ્યા છે. આખરે લધૂમતિ વિસ્તારો પ્રત્યે તંત્રનું આટલું ઓરમાયું વલણ કેમ..? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.


