શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીનો ઉપાડો, સપ્તાહમાં જ ૧૭૪૧ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયું
૧૭૦૬ ક્લોરીન ટેસ્ટ કરાયા, સરકારી કચેરી, હોટેલ મચ્છર ઉત્પત્તિના સ્થાનો, ૨૮૮ને નોટીસ ફટકારી
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પલ્ટો આવતા બિમારીએ પણ મો ફાડ્યું છે છેલ્લા એક અઠવાડીયામાં બિમારીના ઘટેલા કેસમાં ફરી વધારો થયો છે જેમાં શરદી-ઉધરસ ૭૧૯, સામાન્ય તાવના ૭૬૪, ઝાડા-ઉલ્ટીના ૨૫૮ સહિત ૧૭૪૧ દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા છે. જ્યારે ૧૭૦૬ જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૯/૦૬/૨૦૨૬ થી તા.૦૫/૦૭/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૭૫૬૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૬૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૯૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૯૯ અને કોર્મશીયલ ૧૮૯ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.


