પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ
પીજીવીસીએલની બેદરકારીના કારણે 70 થી 80 પરિવારોને આવેલી આર્થિક નુકસાની : અનેક વખત રજૂઆત કરવા છતાં વીજ કંપનીની બેદરકારીના કારણે અનેક પરિવારોની મુશ્કેલી વધી
ત્રાહિમામ પોકારી ગયેલા પોપટપરાના રહીશોનો પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ: સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો બિલ નહીં ભરવાની ચીમકી
અગ્ર ગુજરાત, રાજકોટ

પીજીવીસીએલના માધવર સબ ડિવિઝન હેઠળ આવતા પોપટપરા વિસ્તારમાં હાઈ વૉલ્ટેજના કારણે સ્થાનિકોના એસી ટીવી ફ્રીજ પંખા સહિતના વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનો ઉકેલ નહીં આવતા આજે 60 થી 70 પરિવારો માધાપર સબ ડિવિઝન ખાતે અલ્લાબોલ કર્યો હતો અને વીજ કંપની દ્વારા થતી હાલા કેની વ્યથા ખાલી હતી તેમજ આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો વેજબીલ નહિ ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી
માધાપર સબ ડિવિઝન ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોપટ પરાના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી વીજ લાઈનમાં પાવર ડીમ-ફુલ થતો હોવાની પીજીવીસીએલ માં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ગાડી નીકળી ગઈ છે તેઓ જવાબ આપવામાં આવે છે પરંતુ આજ દિન સુધી ગાડી પોપટ પરામાં પહોંચી જ નથી તેથી સમસ્યા યથાવત રહેતા ભારે આલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પાવર ડીમ-ફુલ થવાના કારણે ઘરમાં રહેલા વીજ ઉપકરણોને પણ નુકસાન થવા પામ્યું છે જેમાં હાઈ વૉલ્ટેજના કારણે ફ્રીજ ટીવી વોશિંગ મશીન પંખા જેવા ઈલેક્ટ્રીક સાધનો બળીને રાખ થઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી પોપટપરાના રહીશો આ સમસ્યાનો વધુ સામનો કરી રહ્યા છે નવા લાવેલા ઉપકરણો પણ મળીને ખાસ થઈ ગયા છે
વધુમાં જણાવ્યું હતું કે પીજીવીસીએલમાં વારંવાર કમ્પ્લેઈન કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે ત્યારે માત્ર એટલો જ જવાબ આપવામાં આવે છે કે ગાડી કચેરીથી નીકળી ગઈ છે થોડાક સમયમાં ત્યાં આવી જશે પરંતુ ગાડી પહોંચતી નથી અને સમસ્યા યથાવત રહે છે જો આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો જૂન મહિનાનું લાઈટ બિલ ભરવામાં આવશે નહીં તેવી ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી
પીજીવીસીએલ દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવામાં તો નથી આવતું પરંતુ સવારમાં 6:00 વાગ્યામાં પોપટપરાના રહીશોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે સવારે છ વાગે આવીને ડેલા ખખડાવી લંગરીયાઓની તપાસ કરવામાં આવે છે પરંતુ ખરેખર જે વિસ્તારમાં લંગરીયાઓ નાખી અને વીજળીનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે ત્યાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવા આક્ષેપો માધાપર સબ ડિવિઝનમાં રજૂઆત કરવા આવેલા પોપટપરાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા
અમને અમારો ખર્ચ આપવામાં આવે:સ્થાનિકો
પોપટ પરા ના સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં અમારા અઢીસો ઘરના વીજ ઉપકરણો હાઈ વૉલ્ટેજના કારણે બળી ગયા છે નવા લેવામાં આવ્યા હતા તે ઉપકરણો પણ pgvcl ની બેદરકારીના કારણે બળીને ખાસ થઈ ગયા છે અમારી અઢીસો પરિવારની માંગણી છે કે પીજીવીસીએલ દ્વારા અમારા ઉપકરણોનો ખર્ચો આપવામાં આવે નહીતર આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે
નવા ડેવલોપ થતા મુંજ ગામમાં પણ હાયરાઇઝ બિલ્ડીંગ ના આસામીઓ pgvcl ની કામગીરીથી ત્રાહિમામ
રાજકોટ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે હાલ વર્તમાન સમયમાં કાલાવાડ રોડ પર આવેલા મુંજકા ગામ નજીક બિલ્ડીંગો નિર્માણ પામી રહી છે જેમાં લાખો કરોડોની કિંમતના ફ્લેટમાં રહેતા આસામીઓ પણ પીજીવીસીએલના વલણથી ત્રાહિમામ પોકારી ગયા છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુંજકા નજીક આવેલી બિલ્ડીંગોમાં પણ દિવસમાં ચારથી પાંચ વખત વીજળી ભૂલ થવાની અને ફરિયાદો ઉઠી રહી છે આ બાબતે પણ ફ્લેટ ધારકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી પીજીવીસીએલ દ્વારા લઈ આવવામાં નહીં આવતા કરોડોના ફ્લેટમાં રહેતા આસામીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે


