- વર્ષ-2024માં પાકિસ્તાનને 49.5 અબજ ડોલરનું દેવું ચુકવવાનું છે
- પાકિસ્તાનમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ ત્યાં રાજનીતિક સંકટ પણ યથાવત્
- પાકિસ્તાનને દેવું ચુકવવા બીજા દેશો પાસે ભીખ માંગવાનો વારો આવ્યો
પાકિસ્તાન અત્યારે આર્થિક અને રાજકીય સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. મૂડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે તેને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તેમજ આવનારી સરકાર સામે દેશને ગંભીર આર્થિક સંકટમાંથી ઉગારવાનો મોટો પડકાર હશે. મૂડીઝે દાવો કર્યો છે કે રાજકીય અનિશ્ચિતતાને કારણે પાકિસ્તાનની નવી સરકાર માટે એપ્રિલમાં નવી લોન માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નો સંપર્ક કરવો મુશ્કેલ બનશે કારણ કે તેના પર પહેલેથી જ $49.5 બિલિયનનું દેવું છે.
IMFએ ગયા વર્ષે જૂન મહિનામાં પાકિસ્તાનને 3 અબજ ડૉલરની લોન આપી હતી, જેનો નવ મહિનાનો સમયગાળો હવે પૂરો થઈ રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાનને આર્થિક મદદ માટે ફરીથી મોટી લોનની જરૂર છે. મૂડીઝે પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી વગાડી છે અને કહ્યું છે કે પાકિસ્તાનની તિજોરી એપ્રિલ સુધીમાં ખાલી થઈ શકે છે. આના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વધુ તૂટશે, જેને સંભાળવું તેના માટે ઘણું મુશ્કેલ બની જશે.
પાકિસ્તાનનું ક્રેડિટ રેટિંગ ઘટ્યું
મૂડીઝે પાકિસ્તાનની લોન લેવાનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. તેનું રેટિંગ CAA1 થી ઘટાડીને CAA3 કરવામાં આવ્યું છે, જે ડિફોલ્ટ કરતા માત્ર 2 નોંચ ઉપર છે. મૂડીઝનો આ દાવો પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી છે કારણ કે દેશની અર્થવ્યવસ્થા માત્ર IMF લોનની મદદથી ચાલી રહી છે. પાકિસ્તાનને 2023માં જ IMF પાસેથી લોન મળી હતી, પરંતુ 2024ની શરૂઆતમાં તેને ફરીથી લોનની જરૂર પડશે.
પાકિસ્તાની રૂપિયાની કિંમત પણ ઘટી છે, જે ભારતના 30 પૈસાની બરાબર છે
પાકિસ્તાનના રૂપિયાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. તેનું મૂલ્ય દિવસેને દિવસે ઘટી રહ્યું છે. પાકિસ્તાનનો એક રૂપિયો ભારતના 30 પૈસા બરાબર છે અને એક અમેરિકન ડૉલરની કિંમત પાકિસ્તાનના 277 પર પહોંચી ગઈ છે. ઈસ્લામાબાદની થિંક ટેન્ક ટેબ એડ લેબે પણ પાકિસ્તાનની સ્થિતિ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને કહ્યું છે કે આવી સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થા ઊંડે ઊંડે ડૂબી જશે અને પાકિસ્તાન ડિફોલ્ટ તરફ આગળ વધશે. પાકિસ્તાન માટે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે. તેનું અર્થતંત્ર ચારે બાજુથી ઘેરાયેલું છે.
પાકિસ્તાન પર મૂડીઝનો અહેવાલ
રિપોર્ટમાં જણાવ્યું છે કે જ્યાં સુધી હાલની સ્થિતિમાં મોટાપેયા સુધાર અને નાટકીય બદલા નહીં થાય પાકિસ્તાન વધુ ઊંડું દેવામાં ડૂબતું જશે. પાકિસ્તાનના રાજકીય પક્ષોને લીધે તેની આ સ્થિતિ સર્જાઈ છે. આ નેતાઓએ દેશને લૂંટવામાં કોઈ કમી નથી રાખી. પાકિસ્તાન પર એટલું બધું દેવું વધી ગયું છે કે તેનું વ્યાજ ઉતારવા માટે તેને બીજા દેશો પાસે ભીખ માંગવાનો વારો આવ્યો છે.
વર્ષ-2024માં પાકિસ્તાનને 49.5 અબજ ડોલરનું દેવું ચુકવવાનું છે
વર્ષ-2011 પછીથી પાકિસ્તાનની વિદેશી લોન લગભર બેગણી થઈ ગઈ છે. જયારે ઘરેલું લોન છ ગણું વધી ગયું છે. ગત વર્ષે પાકિસ્તાનને આઈએમએફે ત્રણ અબજ ડોલરની મદદ કરી હતી. જે હવે સમાપ્ત થઈ રહી છે. પાકિસ્તાન તરફથી મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન ચૂંટણી પછી સ્થિતિ પર મૂડીઝનું આકલન નવી સરકાર માટે ચિંતાનો સંકેત છે. મૂડીઝે જણાવ્યું છે કે ત્યાં કોઈપણ સરકાર બને રાજનીતિક અસ્થિરતા બની રહેશે. મૂડીઝે કહ્યું કે પાકિસ્તાનને વર્ષ-2024માં આશરે 49.5 અબજ ડોલરનું દેવું ચુકવવાનું છે. સમગ્ર રકમના 30 ટકા હિસ્સો પાકિસ્તાનના લોનનું વ્યાજ છે.
પાકિસ્તાનમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ ત્યાં રાજનીતિક સંકટ પણ યથાવત્ છે. અહીં આઠ ફેબ્રુઆરીએ જનરલ ચૂંટણી યોજાઈ હતી. પરંતુ હજી સુધી સરકાર નથી બની શકી. જો કે મંગળવારે 20 ફેબ્રુઆરી 2024ની મોડી રાત્રે પાકિસ્તાન પિપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝમાં ગઠબંધનની સરકાર બનાવવા સહમતી સધાઈ છે.


